રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરતા ૨.૧૬ કરોડ પ્રવાસીઓ પાસેથી ૫૬૨.૪૦ કરોડ રૂપિયાના દંડની વસૂલાત

01 April, 2025 06:54 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડવા માટે ખાસ ટિકિટ-ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે

અશ્વિની વૈષ્ણવ

ભારતીય રેલવેએ ૨૦૨૩-’૨૪માં રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરી રહેલા ૨.૧૬ કરોડ પ્રવાસીઓ પાસેથી ૫૬૨.૪૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. આ મુદ્દે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જાણકારી આપી હતી કે ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડવા માટે ખાસ ટિકિટ-ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જોકે એમાં રાજ્યવાર ડેટા જાળવવામાં આવતો નથી.

national news india indian railways Crime News ashwini vaishnaw Lok Sabha