ઇન્ડિયન રેલવેએ સિનિયર સિટિઝન્સને, દિવ્યાંગોને લોઅર બર્થ મળે એ માટે જોગવાઈ વધારી

21 March, 2025 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન રેલવેએ સિનિયર સિટિઝન્સ, ૪૫ વર્ષથી મોટી વયની મહિલાઓ અને દિવ્યાંગોને લોઅર બર્થ મળે એ માટે જોગવાઈ વધારી

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે લોકસભામાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ઇન્ડિયન રેલવેમાં સિનિયર સિટિઝન્સ, સ્ત્રીઓ અને દિવ્યાંગોને લોઅર બર્થ અકોમોડેશન મળે એ માટેની વધુ જોગવાઈઓ વિશે વાત કરી હતી. હવેથી સિનિયર સિટિઝન્સ, ૪૫ વર્ષ કે એથી વધુ વયની મહિલાઓ અને પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ કોઈ સ્પેસિફિક ચૉઇસ બુકિંગ દરમ્યાન ન મૂકી હોય છતાં ઑટોમૅટિકલી તેમને લોઅર બર્થ જ ફાળવવામાં આવે એવી સિસ્ટમ બનાવવામાં આવી છે. દરેક સ્લીપર કોચમાં છથી ૭ લોઅર બર્થનો ક્વોટા આ માટે ફાળવવામાં આવ્યો છે. 3 AC કોચમાં ચારથી પાંચ બર્થ પ્રતિ કોચ અને 2 AC કોચમાં ત્રણથી ચાર બર્થ પ્રતિ કોચ આ માટે ફાળવવામાં આવી છે. આ પ્રોવિઝન ટ્રેનમાં કુલ કેટલા કોચ અવેલેબલ છે એના આધારે રાખવામાં આવશે. 

ડિસેબલ્ડ ક્વોટા માટે સ્લીપર ક્લાસમાં ચાર બર્થ (બે લોઅર બર્થ સાથે), 3AC/3Eમાં ચાર બર્થ (બે લોઅર બર્થ સાથે) અને રિઝર્વ્ડ સેકન્ડ સીટિંગ ક્લાસ કે ઍર-કન્ડિશન્ડ ચૅર કાર (CC)માં ચાર-ચાર સીટ ફાળવવામાં આવશે. 

ટિકિટ-બુકિંગ સમયે રાખવાની કાળજી 


૧.    સિનિયર સિટિઝનની ટિકિટ બુક કરતી વખતે IRCTC સિનિયર સિટિઝન ક્વોટાનો ઉપયોગ કરવાનું ભૂલવું નહીં. આ ક્વોટા અંતર્ગત ટિકિટ બુક કરવાથી કન્સેશન તો મળશે જ, સાથે લોઅર બર્થ મળવાના ચાન્સિસ વધી જાય છે. 
૨.    સિનિયર સિટિઝન તરીકે ઉંમર લખવામાં જો ભૂલ કરશો તો મળનારું કન્સેશન અને લોઅર બર્થના ચાન્સિસ બન્ને ઘટી જશે. 

national news india indian railways Lok Sabha ashwini vaishnaw