17 April, 2025 09:14 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ (IGI) ઍરપોર્ટ પર ૧૪ એપ્રિલે દુબઈથી પાછી ફરેલી એક ભારતીય મહિલાની ૭.૫૬ કિલોગ્રામ કોકેન સાથે ધરપકડ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેનની કિંમત ૭૫.૬ કરોડ રૂપિયા થાય છે.
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી ગુપ્ત જાણકારીના આધારે આ મહિલાને આંતરવામાં આવી હતી. તેની પાસે સામાનમાં પાંચ ખાલી હૅન્ડબૅગ અને પર્સ મળ્યાં હતાં, પણ આ હૅન્ડબૅગ અને પર્સના અંદરના ભાગમાં સફેદ પાઉડર ભરેલાં દસ પૅકેટ મળી આવ્યાં હતાં. આ તમામ પૅકેટમાં કોકેન હતું. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ, ૧૯૮૫ની જોગવાઈ હેઠળ આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ દાણચોરીના નેટવર્ક અને સોર્સની જાણકારી મેળવવા માટે આ મહિલાની પૂછપરછ ચાલી રહી છે.