ઇન્દોર: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રવેશ અગ્રવાલનું ઘરમાં આગ લગતા ગુંગળામણથી મૃત્યુ, દીકરી ગભીર જખમી

23 October, 2025 03:31 PM IST  |  Indore | Gujarati Mid-day Online Correspondent

આગ લાગી ત્યારે અગ્રવાલ, તેમની પત્ની અને બે સગીર પુત્રીઓ ઘરમાં સૂતા હતા. આગ દરમિયાન, અગ્રવાલે તેમની પત્ની અને નાની પુત્રીને બચાવીને હિંમત બતાવી હતી. જોકે દુર્ભાગ્યવશ, ધુમાડાના કારણે તેમને ગંભીર ગૂંગળામણનો સામનો કરવો પડ્યો અને તેમનું અવસાન થયું.

પ્રવેશ અગ્રવાલ

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને નર્મદા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવેશ અગ્રવાલનું ગુરુવારે ઇન્દોરમાં તેમના જ નિવાસસ્થામાં આગને કારણે નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. નેતાના ઘરમાં આગ લાગ્યા બાદ નીકળેલા ધુમાડાના કારણે તેમને ગંભીર ગૂંગળામણનો સામનો કરવો પડ્યો અને તે જ સમયે તેમના પરિવારને બચાવવાનો પ્રયાસ કરતા તેમનું અવસાન થયું હોવાના અહેવાલ છે. આગ લાગી ત્યારે અગ્રવાલ, તેમની પત્ની અને બે સગીર પુત્રીઓ ઘરમાં સૂતા હતા. પ્રવેશ અગ્રવાલની મોટી દીકરી સોમ્યા અગ્રવાલ પણ આગના સંપર્કમાં આવવાથી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને હાલમાં તે શહેરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને ડૉકટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પરિવારના અન્ય બે સભ્યો સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ, મહિન્દ્રા શોરૂમની ઉપર સ્કીમ નંબર 78 માં તેમના નિવાસસ્થાને આ દુ:ખદ આગ અકસ્માત થયો હતો. “આ ઘટના સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે બની હતી,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આગ લાગી ત્યારે અગ્રવાલ, તેમની પત્ની અને બે સગીર પુત્રીઓ ઘરમાં સૂતા હતા. આગ દરમિયાન, અગ્રવાલે તેમની પત્ની અને નાની પુત્રીને બચાવીને હિંમત બતાવી હતી. જોકે દુર્ભાગ્યવશ, ધુમાડાના કારણે તેમને ગંભીર ગૂંગળામણનો સામનો કરવો પડ્યો અને તેમનું અવસાન થયું અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અધિકારીઓએ આ દુ:ખદ ઘટના કેવી રીતે બની તે નક્કી કરવા માટે હવે વિગતવાર તપાસ શરૂ કરી છે. આ આઘાતજનક અને અણધારી ઘટનાએ સમગ્ર મધ્યપ્રદેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનું મોજું ફેલાવ્યું છે, જેના કારણે ઘણા લોકો આદરણીય નેતાના મૃત્યુ પર ઊંડા શોકમાં ડૂબી ગયા છે. મધ્યપ્રદેશ કૉંગ્રેસ સમિતિના દેવાસ જિલ્લાના રાજ્ય પ્રવક્તા અને મીડિયા વડા અમિત ચૌરસિયાએ પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રવેશ અગ્રવાલની આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર અને પ્રિયજનોને આ અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી.

પોલીસ ઇન્સ્પેક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઇમારતમાં સવારે લગભગ 5 વાગ્યે આગ લાગી હતી. તેમણે જણાવ્યું હતું કે ફોર વ્હીલરનો શોરૂમ ઇમારતના પહેલા બે માળે આવેલો છે, જ્યારે આઉટલેટ માલિક અગ્રવાલનો પરિવાર ત્રીજા માળે પેન્ટહાઉસમાં રહેતો હતો. સિંહે જણાવ્યું હતું કે શોરૂમ માલિકના ઘરમાં દીવો આગનું કારણ બન્યો હોઈ શકે છે. શરૂઆતમાં, એવું જાણવા મળ્યું હતું કે અગ્રવાલના ઘરના મંદિરમાં એક અખંડ દીવો સળગી રહ્યો હતો. આ દીવાથી આગ લાગી. ધીમે ધીમે, આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું, અને રહેવાસીઓ ગૂંગળાવા લાગ્યા.

ફાયર વિભાગના સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI)એ જણાવ્યું હતું કે, "અમને આગની માહિતી મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેને કાબૂમાં લીધી. ઘરમાં ભારે ધુમાડાને કારણે પ્રવેશ અગ્રવાલનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જ્યારે અમે તેમની પાસે પહોંચ્યા ત્યારે અમે તેમને બેભાન અવસ્થામાં જોયા. અમને જાણવા મળ્યું છે કે બેભાન થતાં પહેલાં, તેમણે તેમની બે પુત્રીઓને ઘરમાંથી બહાર કાઢવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. અગ્રવાલના પેન્ટહાઉસમાંથી ધુમાડો નીકળવા માટે પૂરતી જગ્યા નહોતી. કમર્શિયલ-કમ-રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલા વાહનોને આગમાં નુકસાન થયું નથી. કૉંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને અન્ય પાર્ટીના નેતાઓએ અગ્રવાલના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.

congress fire incident madhya pradesh viral videos indore national news