બૅન્ગલોરમાં પૉઝિટિવ આવેલા બે સાઉથ આફ્રિકન ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત

29 November, 2021 02:00 PM IST  |  Bangalore | Agency

આ બન્નેના ૧૧ નવેમ્બર તેમ જ ૨૦ નવેમ્બરે ટેસ્ટસ પૉઝિટિવ આવ્યા હતા જેના લીધે અત્યારે સમગ્ર દુનિયામાં ચિંતાનું કારણ બનેલા વેરિઅન્ટ ઑમિક્રૉનના સંભવિત ફેલાવાનો ખતરો નથી. 

બૅન્ગલોરમાં પૉઝિટિવ આવેલા બે સાઉથ આફ્રિકન ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત

સાઉથ આફ્રિકાથી બૅન્ગલોર આવેલા બે જણ પૉઝિટિવ આવતાં દેશમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી. જોકે બૅન્ગલોરના એક રૂરલ ડિસ્ટ્રિક્ટ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ બન્ને સાઉથ આફ્રિકન નાગરિકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત છે. આ બન્નેના ૧૧ નવેમ્બર તેમ જ ૨૦ નવેમ્બરે ટેસ્ટસ પૉઝિટિવ આવ્યા હતા જેના લીધે અત્યારે સમગ્ર દુનિયામાં ચિંતાનું કારણ બનેલા વેરિઅન્ટ ઑમિક્રૉનના સંભવિત ફેલાવાનો ખતરો નથી. 
પહેલી નવેમ્બરથી ૨૬ નવેમ્બર દરમિયાન ૯૪ લોકો સાઉથ આફ્રિકાથી બૅન્ગલોર આવ્યા હતા જેમાંથી રેગ્યુલર કોરોના ટેસ્ટસમાં બે જણ પૉઝિટિવ આવ્યા હતા. આ અધિકારીએ વધુ જણાવ્યું હતું કે આ બે સંક્રમિત વ્યક્તિઓને ક્વૉરન્ટીન કરાયા છે. વેરિઅન્ટ બાબતે ખરાઈ કરવા માટે વધુ ટેસ્ટસ માટે તેમનાં સૅમ્પલ્સ મોકલવામાં આવ્યાં છે. 

national news