05 April, 2026 11:10 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પંજાબના ચંડીગઢના સેક્ટર ૩૭માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યાલયમાં થયેલા બ્લાસ્ટના કેસને પોલીસે ઉકેલી દીધો છે. આ કેસમાં પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. હુમલામાં સંડોવાયેલા બે જણની ઓળખ કરી લેવામાં આવી છે. તેમની પાસેથી એક હૅન્ડગ્રેનેડ, .30 બોરની જિગાના પિસ્તોલ અને જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવ્યાં છે. પંજાબના ડેપ્યુટી જનરલ ઑફ પોલીસ ગૌરવ યાદવે કહ્યું હતું કે ‘આ આખા મૉડ્યુલના તાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે જોડાયા હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. આ નેટવર્ક વિદેશમાં બેસેલા હૅન્ડલર્સના ઇશારે કામ કરતું હતું. તેમનાં લોકેશન પોર્ટુગલ અને જર્મની હોવાની જાણકારી મળી છે.’