ISRO Satellite : ઇસરોએ લોન્ચ કર્યું હતું 101મું મિશન, પણ ત્રીજા સ્ટેજમાં જ...

19 May, 2025 06:48 AM IST  |  Sriharikota | Gujarati Mid-day Online Correspondent

ISRO Satellite: EOS-09 એક અદ્યતન સેટેલાઈટ છે. જે પૃથ્વીનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં સી-બેન્ડ સિન્થેટિક એપરચર રડાર (SAR) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઇસરો દ્વારા ૧૦૧મું મિશન ઇઓએસ-૦૯ લોન્ચ (ISRO Satellite) કરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે આ મિશન લોન્ચ થયા બાદ થોડા જ સમયમાં નિષ્ફળ બની ગયું હતું. ઇસરોના અધ્યક્ષ વી નારાયણે જ આ માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ઉડાન ભર્યા બાદ ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ક્ષતિને કારણે આ મિશન પૂર્ણ થઈ શક્યું નથી.

તમને જણાવી દઈએ કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ રવિવારે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV-C61) દ્વારા 101મા મિશનના ભાગ રૂપે EOS-09 સેટેલાઈટ લોન્ચ કરી હતી. લોન્ચ કર્યા બાદ આ મિશન નિષ્ફળ રહ્યું છે. જેવુ મિશન લોન્ચ થયું કે થોડીવારમાં ટેકનિકલ ક્ષતિને કારણે તે નિષ્ફળ ગયું. 

ઇસરો (ISRO Satellite) દ્વારા આજે વહેલી સવારે 5:59 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી EOS-09 લોન્ચ કરવામાં આવ્યું હતું. EOS-09 ને સૂર્ય-સમન્વય ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવાનું નક્કી હતું, પરંતુ લોન્ચ કર્યા બાદ આવેલી ટેકનિકલ ક્ષતિને લીધે તેને પોતાની નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકી શકવામાં સફળતા નથી મળી.

ઇસરોના વડાનું નિવેદન આવ્યું સામે 

PSLV-C61 લોન્ચિંગ બાદ ટેકનિકલ ક્ષતિ સર્જાયા બાદ આ સમગ્ર મામલે ઇસરોના વડા વી નારાયણને માહિતી આપતા જણાવ્યું હતું કે- ત્રીજા સ્ટેજના સંચાલન દરમિયાન સમસ્યા સર્જાઇ હતી. હાલમાં વૈજ્ઞાનિકો અવલોકનો કરી રહ્યા છે. જો કે મિશન (ISRO Satellite) પૂર્ણ થઈ શક્યું નથી. ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ ઇસરો આ મિશન અંગે વિગતવાર માહિતી રજૂ કરશે. 

વાત કરીએ આ ખાસ સેટેલાઈટ વિષે. EOS-09 એક અદ્યતન સેટેલાઈટ છે. જે પૃથ્વીનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં સી-બેન્ડ સિન્થેટિક એપરચર રડાર (SAR) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટના કાર્યની વાત કરીએ તો તે કોઈપણ હવામાનની સ્થિતિમાં તેમ જ  દિવસ હોય કે રાત, તે પૃથ્વીની સપાટીની ઉચ્ચ-રિઝોલ્યુશન છબીઓ લેવામાં નિપુણ છે. ખાસ કરીને કૃષિ, વન વિસ્તાર વ્યવસ્થાપન, આપત્તિ વ્યવસ્થાપન અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવી આ સેટેલાઈટ છે.

ISRO (ISRO Satellite) અનુસાર આ PSLV રોકેટની એકંદરે 63મી ઉડાન હતી અને PSLV-XL સંસ્કરણની 27મી ઉડાન હતી. આ મિશન પહેલાં ISROના PSLV એ અત્યાર સુધીમાં ઘણા સફળ પ્રક્ષેપણ પૂર્ણ કર્યા છે. આ સેટેલાઇટ વિશે એક ખાસ વાત એ હતી કે તે ટકાઉ અને જવાબદાર અવકાશ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલ. એવી પણ માહિતી સામે આવી છે કે EOS-09માં લાંબા સમય સુધી ટકી શકે તે માટેનું પૂરતું ફ્યુલ પણ હતું. જેના કારણે મિશન પૂર્ણ થયા બાદ તેને અવકાશમાંથી સુરક્ષિત રીતે ફરીથી ખસેડી શકાય. પરંતુ ટેકનિકલ ક્ષતિએ આ મિશન નિષ્ફળ થવા દીધી નથી.

national news india sriharikota isro indian space research organisation tech news