નવા ક્રિમિનલ કાયદા સમજવા માટે જયપુરમાં યોજાયું ૬ દિવસનું એક્ઝિબિશન- નવ વિધાન - ન્યાય કી નયી પહચાન

14 October, 2025 09:21 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું

આ એક્ઝિબિશનનું લાઇવ પ્રસારણ વિવિધ પોલીસ-સ્ટેશનોમાં પણ દેખાડવામાં આવી રહ્યું છે

ગઈ કાલે જયપુરના સીતાપુરમાં આવેલા એક્ઝિબિશન ઍન્ડ કન્વેન્શન સેન્ટરમાં ખાસ નવા ક્રિમિનલ કાયદાઓની સમજ મળે એ માટે ૬ દિવસનું એક્ઝિબિશન શરૂ થયું છે. ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. એક્ઝિબિશનનું શીર્ષક છે ‘નવ વિધાન - ન્યાય કી નયી પહચાન.’ ૨૦૨૪ના જુલાઈમાં લાગુ થયેલા ત્રણ નવા ક્રિમિનલ કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિશે વિસ્તૃત સમજણ એક્ઝિબિશનમાં આપવામાં આવશે. નવા કાનૂન અપનાવ્યાને એક વર્ષ પૂરું થયું એના ઉપલક્ષ્યમાં આ એક્ઝિબિશન યોજાયું છે. આ એક્ઝિબિશનનું લાઇવ પ્રસારણ વિવિધ પોલીસ-સ્ટેશનોમાં પણ દેખાડવામાં આવી રહ્યું છે જેથી આમજનતાની સાથે પોલીસ પણ કાનૂનથી વધુ અવગત રહે. 

national news india jaipur Crime News amit shah