24 October, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશા અંબાણી અને આકાશ અંબાણી
જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડના ૩૦,૨૧૩ કરોડ રૂપિયાના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગે (IPO) એક કરોડથી વધુ અરજીઓ સાથે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. એક કરોડથી વધુ અરજી મેળવનારો આ દુનિયાનો પહેલો IPO બની ગયો છે. આ ભારતીય રોકાણકારોના વધતા ઉત્સાહને દર્શાવે છે. આ સિદ્ધિ મુકેશ અંબાણીના વિઝન અને ધીરુભાઈ અંબાણીના વારસામાં એક વધુ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. આ પહેલાં વારી એનર્જીઝના IPOને ૩ દિવસના બિડિંગ વખતે ૯૭ લાખ અરજીઓ મળી હતી. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ અને ભારત કોકિંગ કોલ લિમિટેડના IPOને ૯૦-૯૦ લાખ અરજીઓ મળી હતી.
ગઈ કાલે ૨૩ ઑક્ટોબરે મુકેશ અંબાણીનાં ટ્વિન્સ આકાશ અંબાણી અને ઈશા અંબાણીનો જન્મદિવસ હતો અને ગઈ કાલે જિયો પ્લૅટફૉર્મ્સના IPOનો છેલ્લો દિવસ હતો. પરિણામે આ IPOને મળેલા જબરદસ્ત પ્રતિસાદને પગલે સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા હતી કે જિયોનો ઐતિહાસિક IPO અને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ આકાશ અને ઈશા અંબાણી માટે જન્મદિવસની ગિફ્ટ છે.