Kanpur Gangrape: આશ્રમ ગયેલી મહિલાને લાડુ ખવડાવી કરાયો ગેંગ રેપ!  તાઈકવૉન્દો પ્લેયરની ફરિયાદ બાદ ખળભળાટ

02 June, 2025 06:55 AM IST  |  Kanpur | Gujarati Mid-day Online Correspondent

Kanpur Gangrape: આ સામૂહિક બળાત્કાર જાન્યુઆરી મહિનામાં થયો હતો. અને તેના ચાર મહિના બાદ આ પ્રકરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી એક ભયાવહ અને ક્રૂરતાભર્યા સમાચાર મળી રહ્યા છે. અહીં પોલીસ સ્ટેશનથી થોડેક જ દૂર આવેલા એક આશ્રમમાં તાઈકવૉન્દો પ્લેયર મહિલા ખેલાડી સાથે સામૂહિક દુષ્કર્મ (Kanpur Gangrape) આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે આ સામૂહિક બળાત્કાર જાન્યુઆરી મહિનામાં થયો હતો. અને તેના ચાર મહિના બાદ આ પ્રકરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં આ મામલે એક વિડીયો પણ વાયરલ પણ થયો છે.

પ્રાપ્ત અહેવાલો પ્રમને કાનપુરના ગોવિંદ નગરની રહેવાસી પીડિતાએ પોલીસને સમગ્ર માહિતીનો ફોડ પડી આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તે પોતે જૂના કપડાં વેચવા માટે દુકાન ખોલવા માંગતી હતી અને તે માટે કોઈ જગ્યાની શોધમાં હતી. ત્યારે તે સ્થાનિક વ્યક્તિ ગોવિંદ મહતોના સંપર્કમાં આવી હતી. આ શખ્સે તેને જગ્યા મેળવી આપવાની લાલચ પણ આપી હતી. દુકાન નાખવા જગ્યા  મેળવવા માટે મોટા અને પ્રભાવશાળી લોકો સાથે પરિચય કરાવવા માટે તેને આશ્રમમાં લઈ જવામાં આવી હતી.

આશ્રમમાં ગયા બાદ આ મહિલા ખેલાડીને એક લાડુ ખાવા માટે આપવામાં આવ્યો હતો. આ લાડુ ખાધા બાદ તે તરત જ બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આશ્રમના મહંત મહતો અને અન્ય કેટલાંક લોકોએ તેના પર સામૂહિક બળાત્કાર (Kanpur Gangrape) ગુજાર્યો હતો. 

પીડિતા (Kanpur Gangrape)ના જણાવ્યા અનુસાર લાડુ ખાધા બાદ તેનું માથું ભારે થઈ ગયું હતું. ત્યારે તો તેને કંઈ સમજાતું નહોતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. પછી તેણે પોતાના પર્સમાંથી મોબાઇલ કાઢી વીડિયો રેકોર્ડિંગ શરૂ કરીને ત્યાં મૂકી દીધું હતું. જેથી તે રેકોર્ડિંગ જોઈને પાછળથી જાણી શકે. જ્યારે તેણે પછીથી રેકોર્ડિંગ જોયું ત્યારે તેના હોશ જ ઊડી ગયા હતા.

હાલમાં પીડિતાએ આ કેસમાં આશ્રમના પૂજારી સહિત ચાર લોકોના નામ પોલીસ આગળ નોંધાવ્યા છે.

ફરિયાદ નોંધાવવામાં આટલો વિલંબ શા માટે?

જ્યારે પીડિત મહિલાએ આ પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે આરોપી પુરુષોના કથિત રાજકીય કનેક્શન હોવાને કારણે તે ડરી ગઈ હતી. એટલે ચાર મહિના સુધી તેણે ફરિયાદ ન કરી. પીડિતાએ પોલીસને એક વીડિયો પણ આપ્યો છે. જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. આ ફૂટેજમાં જોવા મળે છે કે કથિત રીતે એક આધેડ વયનો વ્યક્તિ આશ્રમ પરિસરની અંદર મહિલા સાથે છેડતી કરી રહ્યો છે.

આ સમગ્ર મામલે (Kanpur Gangrape) એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ADCP) મહેશ કુમારે જણાવ્યું હતું કે પીડિત મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની ફરિયાદ મળતા જ અમે ડી. સી. પી. નો સંપર્ક કર્યો હતો. જે તપાસ માટે મને કેસ સોંપવામાં આવ્યો હતો. અ મામલે એક વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે અને અ વિડીયોમાં જે આશ્રમ અને પરિસર જોવા મળે છે તે આશ્રમ ખંડની મુલાકાત પણ લીધી છે. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ અને તે મુજબ આગળની કાર્યવાહી કરાશે.

તમને જણાવી દઈએ કે પીડિત મહિલાએ નેશનલ લેવલ સુધી તાઈકવૉન્દો રમી ચૂકી છે. જેમાં તેણે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. પીડિતા પોતાની માતાના મૃત્યુ થયા બાદ પિતા સાથે ખાસ ફાવતું ન હોવાથી તે અલગ રહેતી હતી.

national news india uttar pradesh kanpur sexual crime Crime News crime branch