14 July, 2025 06:58 AM IST | Karnataka | Gujarati Mid-day Online Correspondent
રામતીર્થ ટેકરીઓમાં એક ગુફામાંથી બચાવી લેવાયેલાં રશિયનબહેન અને તેમની બે બાળકીઓ (તસવીર - પીટીઆઈ)
Karnataka News: ગુફામાં રહેતા આદિમાનવ વિશે તમે સાંભળ્યું હશે. આવું જ એક વિચિત્ર દૃશ્ય કર્ણાટકના ગોકર્ણમાં જોવા મળ્યું છે. પોલીસ દ્વારા એક રશિયન મહિલા અને તેની બે બાળકીઓને એક ગુફામાંથી બહાર કાઢ્યાં છે.
રિપોર્ટ પ્રમાણે આ મહિલા બિઝનેસ વિઝા લઈને ઈન્ડિયા આવી હતી. પરંતુ ૨૦૧૭માં વિઝાની ટાઈમ લિમિટ પૂરી થઈ જવાને કારણે તે ઈન્ડિયામાં જ ફસાઈ ગઈ હતી, જે છેલ્લા આઠ વર્ષથી પણ વધુ સમયથી આ રીતે ગુફામાં રહેતી હતી. આ મહિલાનું નામ નીના કુટિના ઉર્ફે મોહી તરીકે સામે આવ્યું છે. હાલમાં ભૂસ્ખલનની ઘટના થયા બાદ શુક્રવારે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીધર અને તેમની ટીમે ગુફાની બહાર કપડાં લટકતા જોયાં હતાં. (Karnataka News) ત્યારબાદ તેઓને શંકા ગઈ હતી. ગોકર્ણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સ્ટાફ તરત જ ભેગા થઈ ગયા હતા અને ટેકરી પર જંગલ વિસ્તારમાં આવેલી આ ગુફાની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ૪૦ વર્ષની રશિયન મહિલા નીના તેની બે ડૉટર પ્રેયા (6 વર્ષ 7 મહિના) અને અમા (4 વર્ષ) સાથે ત્યાં અંદર રહેતી હતી.
નીના અને તેની દીકરીઓ ગોવાના માર્ગે થઈને કર્ણાટકમાં પહોંચી હતી. ગાઢ જંગલ વિસ્તારમાં ઊંચી ટેકરી પર બનેલી આ કુદરતી ગુફામાં તેઓએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. નીનાએ ગુફામાં મૂર્તિ સ્થાપી છે અને ટે ત્યાં ધ્યાન પણ ધરે છે. પોલીસે જ્યારે નીનાની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે ગુફાની અંદર ધ્યાન ધરવા માટે રહે છે. મા-દીકરીઓ ગુફામાં સૂવા માટે પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરે છે અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાઈને જીવે છે.
નીનાએ પોતાનો પાસપોર્ટ અને વિઝાની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં ખુલાસો કર્યો હતો કે તેઓ જંગલમાં ખોવાઈ ગયા હતા. પોલીસ ઇન્સપેક્ટરે જણાવ્યું હતું કે હાલમાં અમે એક સાધ્વી દ્વારા સંચાલિત આશ્રમમાં (Karnataka News) આ મા અને તેની બંને દ્રિકરીઓની રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમે તેને ગોકર્ણથી બેંગલુરુ લઈ જઇ અને ત્યાંથી તેને પોતાના દેશમાં મોકલવાની પ્રક્રિયા પણ શરૂ કરી નાખી છે. સ્થાનિક એનજીઓની મદદથી, રશિયન દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેણીને દેશનિકાલ કરવા માટે ઔપચારિકતાઓ શરૂ કરવામાં આવી છે.
Karnataka News: પોલીસના જણાવ્યા અનુસાર તેના વિઝાની મુદત 2017માં પૂરી થઈ ગઈ હતી. આ રશિયન મહિલા કેટલા સમયથી ભારતમાં રહે છે તે અંગે હજી સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસને પણ એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે આ મહિલા અને તેની બે બાળકીઓ આવા બિહામણા જંગલમાં કેવી રીતે જીવી શક્યા? શું ખાતા હતાં?