કાશ્મીરનું નામ ઋષિ કશ્યપ પરથી પડ્યું હોઈ શકે છે: અમિત શાહ

03 January, 2025 06:46 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અમિત શાહ ક્યાંક કાશ્મીરનું નામ બદલવાનો સંકેત તો નથી આપી રહ્યાને એવી ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ‘જમ્મૂ કશ્મીર એવં લદ્દાખ’ નામના એક પુસ્તકનું વિમોચન કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ‘જમ્મૂ કશ્મીર એવં લદ્દાખ’ નામના એક પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે ‘આપણે બધા જાણીએ છીએ કે કાશ્મીરની ઓળખ કશ્યપની ધરતી તરીકે આપવામાં આવે છે, શક્ય છે કે કાશ્મીરનું નામ કદાચ ઋષિ કશ્યપ પરથી પડ્યું હોઈ શકે. અમિત શાહે કહ્યું હતું કે શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રૂટ, હેમિષ મઠથી સાબિત થાય છે કે કાશ્મીરમાં જ ભારતની સંસ્કૃતિનો પાયો નખાયો હતો. કાશ્મીર અને ઋષિ કશ્યપના કનેક્શનનો ઉલ્લેખ કરીને અમિત શાહ ક્યાંક કાશ્મીરનું નામ બદલવાનો સંકેત તો નથી આપી રહ્યાને એવી ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી.

national news india delhi news delhi amit shah jammu and kashmir ladakh