કેરળમાં ચાલતું હતું પાર્ટનર સ્વૉપિંકનું સેક્સ કૌભાંડ, ૧૦૦૦માંથી એક મહિલા કરી આવી ફરિયાદ

10 January, 2022 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસે જણાવ્યું હતું કે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે પતિ બળજબરીથી તેની સાથે અકુદરતી સંબંધો બાંધે છે અને તેને અન્ય વ્યક્તિ સાથે પણ આવા સંબંધો રાખવા દબાણ કરી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કેરળના કોટ્ટયમ (Kerala) (Kottayam District)નજીક કરુકાચલ ખાતે પત્નીઓની (Wife Swapping)કથિત અદલાબદલીના સંબંધમાં રવિવારે સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ટેલિગ્રામ એપ દ્વારા પત્નીઓની અદલાબદલીની ઘૃણાસ્પદ રમત રમાઈ રહી હતી. આ ગેંગમાં એક હજારથી વધુ સભ્યો હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે પતિ બળજબરીથી તેની સાથે અકુદરતી સંબંધો બાંધે છે અને તેને અન્ય વ્યક્તિ સાથે પણ આવા સંબંધો રાખવા દબાણ કરી રહ્યો છે.

ફરિયાદના આધારે તપાસ દરમિયાન આ ટોળકીનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાનો પતિ તેને અન્ય લોકો સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. ગેંગના સભ્યો ટેલિગ્રામ, મેસેન્જર એપ વગેરેનો ઉપયોગ કરીને એકબીજાના સંપર્કમાં રહેતા હતા. કોટ્ટયમ, અલાપ્પુઝા અને એર્નાકુલમ જિલ્લામાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના અન્ય સભ્યોની શોધ ચાલુ છે.

national news Crime News kerala sexual crime