લોકસભા ચૂંટણી ૨૦૨૪નો જશ્ન મનાવી રહ્યું છે ગૂગલ, ડૂડલ દ્વારા આપ્યો ખાસ સંદેશ

19 April, 2024 12:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Election 2024: ગૂગલ ડૂડલ દ્વારા ગૂગલે ભારતીયોને સમજાવ્યું મતદાનનું મહત્વ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ગૂગલે બનાવેલું ડૂડલ

જ્યારે પણ કોઈ મોટી ઈવેન્ટ કે તહેવાર હોય ત્યારે ગૂગલ (Google) તેની નોંધ લેવાનું ચુકતું નથી ગૂગલ હંમેશા ગૂગલ ડૂડલ (Google Doodle) બનાવે છે અને લોકો સાથે તે ખાસ દિવસ કે તહેવારની ઉજવણી કરે છે. ભારત (India) માં લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024) ના પ્રથમ તબક્કામાં આજે મતદાનનો દિવસ છે. આ સાથે વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણી મહાકુંભની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ગૂગલે દરેકને આ દિવસે વોટ કરવા માટે સંકેત આપતું એક સરસ ડૂડલ (Google Doodle On Lok Sabha Election 2024) બનાવ્યું છે, જે તેના હોમપેજ પર જોઈ શકાય છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના અવસરને ધ્યાનમાં રાખીને ગૂગલે બનાવેલા ડૂડલમાં ગૂગલના બીજા `O`માં એક આંગળી દેખાય છે, જેમાં શાહીનું નિશાન દેખાય છે. તેવી જ રીતે, જ્યારે પણ કોઈ મત આપે છે, ત્યારે આંગળી પર નિશાન દેખાય છે. આ ડૂડલ ૧૯મી એપ્રિલે સમગ્ર દિવસ દરમિયાન ભારતીય યુઝર્સના ગૂગલ હોમપેજ પર જોવા મળશે. ગૂગલે તેના હોમ પેજ પર આવું ડૂડલ બનાવીને વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતાની ઉજવણી કરી છે.

ગૂગલે સત્તાવાર ડૂડલ પેજ પર ડૂડલના ડિઝાઇનરનું નામ જાહેર કર્યું નથી. જો કે, તેના પર ક્લિક કરતાં જ યુઝર્સને ભારતમાં યોજાઈ હેલી લોકસભા ચૂંટણી ૨૦૨૪ પર નવીનતમ અપડેટ્સ સંબંધિત પરિણામો શોધવા માટે નિર્દેશિત કરવામાં આવે છે. ગૂગલ ડૂડલ્સ વિવિધ કલાકારો દ્વારા બનાવવામાં આવે છે, જેમાં ગૂગલની આંતરિક ટીમ અને અતિથિ કલાકારો બંનેનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, સમય સમય પર ગૂગલ વિશ્વમાં બનતી ઘટનાઓથી સંબંધિત વસ્તુઓ પર તેના ડૂડલ્સને બદલતું રહે છે. જુદા જુદા પ્રસંગોએ, લોકો ગૂગલના આ બદલાયેલા ડૂડલને જોવા માટે ઉત્સાહિત હોય છે. પ્રસંગ અનુસાર બદલાતા ગૂગલ ડૂડલ તમે ગૂગલના હોમ પેજ પર જોઈ શકો છો.

નોંધનીય છે કે, ૧૮મી લોકસભા ચૂંટણીમાં ૮.૪ કરોડ પુરૂષો અને ૮.૨૩ ​​કરોડ મહિલાઓ સહિત ૧૬.૬૩ કરોડથી વધુ મતદારો આજે ૧.૮૭ લાખ મતદાન મથકો પર મતદાન કરશે. પ્રથમ તબક્કામાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન યોજાશે, જેને સૌથી મોટા તબક્કા તરીકે ચિહ્નિત કરવામાં આવશે. ૧૮મી લોકસભાના ૫૪૩ સભ્યોને ચૂંટવા માટે ૧૯ એપ્રિલથી ૧ જૂન સુધી સાત તબક્કામાં સામાન્ય ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન ૨૬ એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન ૧૩ મેના રોજ અને પાંચમા તબક્કાનું મતદાન ૨૦ મેના રોજ થશે. ૨૫ મેના રોજ છઠ્ઠા તબક્કા માટે મતદાન અને ૧ જૂનના રોજ સાતમા તબક્કા માટે મતદાન થશે. જ્યારે ૪ જૂને પરિણામ જાહેર થશે.

Lok Sabha Election 2024 Lok Sabha google india national news