લખનઉ: ટિકિટ ન મળવાથી નારાજ સપા નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

16 January, 2022 03:39 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

પોલીસે તેમને રીતે બચાવ્યા છે.

ફાઇલ તસવીર/પલ્લવ પાલીવાલ

ઉત્તર પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પાર્ટીઓમાં ટિકિટને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ દરમિયાન અલીગઢના આદિત્ય ઠાકુરે સમાજવાદી પાર્ટીના કાર્યાલયની બહાર પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હકીકતમાં, તેઓ અલીગઢના છારાથી ચૂંટણીની ટિકિટ ન મળવાથી નારાજ હતા. પોલીસે તેમને રીતે બચાવ્યા છે.

અહીં, આજે સમાચાર આવ્યા છે કે મુલાયમ સિંહની નાની વહુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ સાથે અપર્ણાની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અપર્ણા યાદવે 2017ની વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ બેઠક પરથી લડી હતી. અપર્ણા યાદવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેન્ટ વિધાનસભા મતવિસ્તારમાંથી બીજા ક્રમે રહી હતી. તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટા બહુગુણા જોશીએ હરાવ્યા હતા. જોકે, અપર્ણાને લગભગ 63 હજાર વોટ મળ્યા હતા. અપર્ણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે.

યુપીમાં છેલ્લી ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચ 2017માં યોજાઈ હતી અને ભાજપની આગેવાની હેઠળની એનડીએ 325 બેઠકો જીતીને સત્તામાં પરત ફર્યું હતું અને યોગી આદિત્યનાથે 19 માર્ચ 2017ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

નોંધનીય છે કે યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કા હેઠળ 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ અને 7મો તબક્કો 7 માર્ચે યોજાશે. 10 માર્ચે મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.

national news uttar pradesh lucknow samajwadi party