રાજસ્થાનના યુવાને કાંડા પર પહેરવાનું સૅનિટાઇઝર બનાવ્યું

29 July, 2021 01:21 PM IST  |  Kota (Rajasthan) | Agency

અયાઝ શેખે તેના હૅન્ડ સૅનિટાઇઝર બૅન્ડને રાજ્ય સરકારના આઇ-સ્ટાર્ટ કાર્યક્રમ હેઠળ રજિસ્ટર્ડ કરાવ્યું છે તેમ જ તેના પેટન્ટ માટે પણ અરજી કરી છે.

રાજસ્થાનના યુવાને કાંડા પર પહેરવાનું સૅનિટાઇઝર બનાવ્યું

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના એન્જિનિયરિંગના સ્ટુડન્ટ અયાઝ શેખે કાંડા પર પહેરવાનું હૅન્ડ સૅનિટાઇઝર ‘કોરક્ષક બૅન્ડ’ તૈયાર કર્યું છે. ૨૫ વર્ષના અયાઝ શેખ જણાવે છે કે તેનાં મમ્મી એક હેલ્થવર્કર છે અને તેમના પર કોરોના વાઇરસ થવાનું જોખમ ઘણું ઊંચું છે. પોતાની મમ્મીને ધ્યાનમાં રાખતાં તેણે ફરીથી ભરી શકાય એવું કાંડા પર પહેરી શકાય એવું હૅન્ડ સૅનિટાઇઝર વિકસાવ્યું છે. ઝાલાવાડના ચીફ મેડિકલ હેલ્થ ઑફિસર સાજિદ ખાને જણાવ્યું હતું કે તેમના ડિપાર્ટમેન્ટે આવા ૬૦૦ યુનિટ્સ મેળવ્યા છે તથા સરકારી કેન્દ્રો પરની નર્સો અને હેલ્થવર્કરોએ એનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. આમ એક વખત રીફિલ કર્યા બાદ આ પમ્પમાંથી લગભગ ૧૫૦ વાર સ્પ્રે કરાય છે. 
અયાઝ શેખે તેના હૅન્ડ સૅનિટાઇઝર બૅન્ડને રાજ્ય સરકારના આઇ-સ્ટાર્ટ કાર્યક્રમ હેઠળ રજિસ્ટર્ડ કરાવ્યું છે તેમ જ તેના પેટન્ટ માટે પણ અરજી કરી છે.

national news rajasthan