29 January, 2025 09:59 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
કુંભમેળાના સ્થાન પર મચેલી ભાગદોડ બાદની પરિસ્થિતિનો ચિતાર આપતી તસવીર (સૌજન્ય- એએફપી)
આજે મૌની અમાવસ્યાનો પવિત્ર દિવસ હોવાને કારણે મહાકુંભમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ વચ્ચે જ સંગમ તટ પર ભાગદોડ (Maha kumbh 2025 Stampede) મચી જવા પામી હતી.
મહા કુંભના સ્થાન પર સંગમ તટ પર ભક્તોની ભારે ભીડ (Maha kumbh 2025 Stampede) જામી ગઈ હતી. અને અહીં નાસભાગ સર્જાઇ હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સાથે જ પીએમ મોદીએ વહેલી સવારે સીએમ યોગી સાથે વાત કરીને મહાકુંભની નાસભાગની સ્થિતિનો તાગ મેળવ્યો હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અત્યાર સુધીમાં આદિત્યનાથ સાથે બે વાર વાત પણ કરી ચૂક્યા છે. આ સાથે જ એક અધિકારીએ જણાવ્યું હતું કે. પીએમ મોદીએ કુંભ મેળામાં થયેલી નાસભાગની પરિસ્થિતિ વિશે યોગીજી સાથે વાત કરી, બચાવ કામગીરીની સમીક્ષા કરી, તાત્કાલિક જરૂરી સહાયતાના પગલાં લેવા હાકલ કરી છે.
સંખ્યાબંધ લોકો થયા ઘાયલ
આ નાસભાગ (Maha kumbh 2025 Stampede) જેવી સ્થિતિ સર્જાયા બાદ અખાડા પરિષદે અમૃત સ્નાન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સંગમ પાસે થયેલી નાસભાગમાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા મહાકુંભ સેન્ટ્રલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
૧૫ જેટલા મૃતદેહોને લઈ દોડી એમ્બ્યુલન્સ
આ ભાગદોડ જેવી પરિસ્થિતિ (Maha kumbh 2025 Stampede) સર્જાવાને કારણે ઢગલાબંધ એમ્બ્યુલન્સ ઘાટ તરફ દોડી આવી હતી. ઘાયલ લોકોને કુંભ મેળાના મેદાનની અંદરની મધ્યસ્થ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. પ્રાપ્ત અહેવાલો અનુસાર હોસ્પિટલમાં 15 મૃતદેહો તો લાવવામાં આવ્યા જ છે.
સ્નાન નહીં કરી શકાય- પવિત્ર ડૂબકી નહીં લગાવી શકાય
આ વચ્ચે નિરંજની અખાડાના વડા કૈલાશાનંદ ગિરી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું હતું કે, "મોટી અને અનિવાર્ય ભીડ જોઈને અખાડા પરિષદ અને તમામ આચાર્યોએ નિર્ણય લીધો છે કે આપણે આજે `સ્નાન` નહીં કરીએ. આપણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે. ભારતીયોમાં પરંપરાઓ, સંતો હંમેશા પ્રાર્થના કરે છે અને બધાની સુખાકારી માટે કાર્ય કરે છે... તેને ધ્યાનમાં રાખીને, તમામ અખાડાઓએ સંમતિ આપી છે અને તે લેવાનું ટાળ્યું છે. આપણે વસંત પંચમી પર પવિત્ર ડૂબકી લગાવીશું."
ભાગદોડનો કંપાવનારો વીડિઓ જુઓ અહીં
કોઈ નીચે પડી ગયા, કોઈ રસ્તો ભટકી ગયા.. પરિવારજનોથી છૂટા પડી ગયા
Maha kumbh 2025 Stampede: અહીં મચી ગયેલી ભાગદોડમાં એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, "મારી બહેન, ભાભી, વહુ, બધા ત્યાં હતા. એક વ્યક્તિ ગુમ થઈ ગયો. તેઓ તેને ખેંચીને લઈ ગયા. તે નીચે પડ્યો" ગુમ થયેલા લોકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, "અમે ભીડમાં ખોવાઈ ગયા હતા. અમે સંગમ નજીક પહોંચ્યા કે તરત જ અફરાતફરી મચી ગઈ. અમે ભીડમાંથી બહાર નીકળી ગયા પણ નીચે પડી ગયા અને ભટકી ગયા."