મમતા બૅનરજીએ ભવાનીપુરમાં થયેલાપરાજયને કલકત્તા હાઈ કોર્ટમાં પડકાર્યો

17 June, 2026 09:13 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ મતવિસ્તારમાં અન્ય એક તૃણમૂલ કૉન્ગ્રેસના ઉમેદવારને પણ હરાવ્યો હતો

મમતા બેનર્જી

તૃણમૂલ કૉન્ગ્રેસનાં વડાં મમતા બૅનરજીએ ગઈ કાલે કલકત્તા હાઈ કોર્ટમાં ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી-પરિણામને પડકારતી ચૂંટણી-અરજી દાખલ કરી હતી, જ્યાં તેમનો ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુવેન્દુ અધિકારી સામે પરાજય થયો હતો. પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ મમતા બૅનરજીને ૧૫,૧૦૦થી વધુ મતના માર્જિનથી હરાવ્યાં હતાં. ૨૦૨૧માં પણ મમતા બૅનરજીએ નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી સામે ૧૯૫૬ મતના માર્જિનથી હારી ગયા બાદ આવી જ અરજી દાખલ કરી હતી.

સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ મતવિસ્તારમાં અન્ય એક તૃણમૂલ કૉન્ગ્રેસના ઉમેદવારને પણ હરાવ્યો હતો. આ બેઠક તેમણે ૧૫ મેએ ખાલી કરી હતી. ૪ મેએ BJPએ રાજ્યની ચૂંટણીમાં તૃણમૂલ કૉન્ગ્રેસને હરાવીને પશ્ચિમ બંગાળમાં પાર્ટીના ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો હતો.

national news india mamata banerjee kolkata trinamool congress west bengal bhartiya janta party bjp political news