31 October, 2025 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમતા કુલકર્ણી
હિરોઇનમાંથી સાધ્વી બની ગયેલી મમતા કુલકર્ણીનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. છઠ પર આયોજિત એક ભજન કાર્યક્રમમાં ભાગ લેવા માટે તે ગોરખપુર ગઈ હતી. અહીં એક પત્રકાર દ્વારા તેને દાઉદ ઇબ્રાહિમ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘મારો દાઉદ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નહોતો. હા, બીજી કોઈ વ્યક્તિનું નામ ચોક્કસ મારી સાથે જોડાયું હતું, પણ તેણે દેશમાં બૉમ્બ-વિસ્ફોટ નથી કર્યા કે કોઈ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરી નથી. હું તો હવે તેની સાથે નથી, પણ તે આતંકવાદી નહોતો. જેમની સાથે તમે મારું નામ જોડો છો તેણે કદી મુંબઈમાં બૉમ્બ-વિસ્ફોટ નહોતા કર્યા. હું તો ક્યારેય દાઉદને મળી પણ નથી.’
નોંધનીય છે કે મમતા કુલકર્ણીનું નામ વિકી ગોસ્વામી સાથે ઊછળ્યું હતું. વિકી ગોસ્વામી ગૅન્ગસ્ટર છોટા રાજનનો ખાસ મનાતો સાથી હતો અને તેની ડ્રગ્સની હેરાફેરી માટે ધરપકડ થઈ હતી.