કર્ણાટકમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની હાજરીમાં અન્ય મહિલા પર બળાત્કાર કર્યો

23 April, 2024 08:11 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

૨૮ વર્ષની મહિલાએ દાવો કર્યો કે તેને બુરખો પહેરવાની અને નમાજ અદા કરવાની ફરજ પાડવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકમાં એક મહિલા પર બળાત્કાર અને ધર્મપરિવર્તન માટે દબાણ કરવા બદલ પતિ, પત્ની સહિત ૭ વ્યક્તિઓ સામે વિવિધ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ૨૮ વર્ષની હિન્દુ પરિણીતાએ દાવો કર્યો હતો કે રફીક નામની વ્યક્તિએ તેની પત્ની સામે જ મારા પર બળાત્કાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ‘શકમંદ રફીકે હિન્દુ મહિલાને છેતરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને એના ઇન્ટિમેટ ફોટો પાડ્યા હતા. આ ફોટો જાહેર કરવાની ધમકી આપીને તેણે મહિલા પર પતિને છૂટાછેડા આપવા અને ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કર્યું હતું.’ 
મહિલાએ કહ્યું કે ૨૦૨૩માં રફીક અને તેની પત્નીએ બેલગાવીમાં તેમના ઘરે બોલાવીને ધમકી આપી હતી. એ દરમ્યાન રફીકે તેની પત્નીની હાજરીમાં જ તેના પર બળાત્કાર કર્યો હતો અને જાતિને લઈને તેનું અપમાન કર્યું હતું. આ વર્ષે એપ્રિલમાં પતિ-પત્નીએ મહિલાને સિંદૂર ન લગાવવા, બુરખો પહેરવા અને દિવસમાં પાંચ વખત નમાજ અદા કરવા માટે દબાણ કર્યું હતું.

national news Crime News sexual crime karnataka