મેરઠના વિશ્વપ્રસિદ્ધ સંગીતવાદ્ય બ્યુગલને GI ટૅગ

20 November, 2025 08:35 AM IST  |  Meerut | Gujarati Mid-day Correspondent

મેરઠના વિશ્વપ્રસિદ્ધ સંગીતવાદ્ય બ્યુગલને સત્તાવાર રીતે જિયોગ્રા​ફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ આપવામાં આવ્યો છે.

બ્યુગલ

મેરઠના વિશ્વપ્રસિદ્ધ સંગીતવાદ્ય બ્યુગલને સત્તાવાર રીતે જિયોગ્રા​ફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ આપવામાં આવ્યો છે. આ માન્યતા સાથે મેરઠના બ્યુગલને હવે એની અનોખી ઓળખ સાથે વિશ્વભરમાં ઓળખવામાં આવશે. GI ટૅગથી આ વર્ષો જૂના વ્યવસાયને સન્માન મળ્યું છે. આ ૨૦૦ વર્ષ જૂના વારસાને હવે વૈશ્વિક સ્તરે પોતાને સ્થાપિત કરવાની તક માનવામાં આવી રહી છે.
બ્યુગલનું સૌપ્રથમ ઉત્પાદન ૧૮૮૫માં મેરઠની જાલી કોઠીમાં કરવામાં આવ્યું હતું. મેરઠની પ્રખ્યાત નાદર અલી ઍન્ડ કંપનીએ આ વ્યવસાયનો પાયો નાખ્યો હતો. આજ સુધી પરિવારના સભ્યોની પેઢીઓ આ કંપનીમાં કાર્યરત છે. વધુમાં મેરઠમાં આ વાદ્યોનું ઉત્પાદન કરતી લગભગ ૫૦૦ નાની અને મોટી કંપનીઓ છે.

national news india meerut culture news