મૉન્સૂનનાં વાદળાંએ ગતિ પકડી : બેથી ૩ દિવસમાં મહારાષ્ટ્ર, તેલંગણ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં ચોમાસું આગળ વધશે

21 June, 2026 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદી વાદળો અરબી સમુદ્ર પરથી કેરલમ, કોસ્ટલ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને તેલંગણ પર જોવા મળી રહ્યાં છે. આ સિવાય ઓડિશા અને બિહાર પર ગાઢ વાદળાં જોવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર

દિવસો સુધી આગળ ન વધ્યા પછી મૉન્સૂનનાં વાદળાંએ ગતિ પકડી લીધી છે. કેરલમમાં ૪ જૂને શરૂઆત થયા પછી દિવસો સુધી મૉન્સૂનનાં વાદળાં આગળ વધ્યાં નહોતાં, પણ હવે સાઉથ-વેસ્ટ મૉન્સૂન ગતિ પકડી રહ્યું છે. હવામાન ખાતાની સૅટેલાઇટ ઇમેજમાં મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વાદળાં જોવા મળ્યાં હતાં. આ મુદ્દે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ૨૩ જૂનની આસપાસ મહારાષ્ટ્ર, તેલંગણ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં સાઉથ-વેસ્ટ મૉન્સૂન વધુ આગળ વધવાની પરિસ્થિતિ છે.

વરસાદી વાદળો અરબી સમુદ્ર પરથી કેરલમ, કોસ્ટલ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને તેલંગણ પર જોવા મળી રહ્યાં છે. આ સિવાય ઓડિશા અને બિહાર પર ગાઢ વાદળાં જોવા મળે છે.

જબલપુરમાં જળમલખંભ

ગઈ કાલે ઇન્ટરનૅશનલ યોગદિવસની પૂર્વસંધ્યાએ જબલપુરમાં નર્મદા નદીમાં કેટલાક યોગઅભ્યાસુઓએ પાણીમાં જળમલખંભના અદ્ભુત દાવ કરીને યોગ એટલે સંતુલનનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

national news india monsoon news indian meteorological department mumbai rains