✕

શિયાળુ વાયરાઓ શરૂ, મુંબઈગરાઓએ માણી ઠંડક

21 November, 2026 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧.૬ જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૦.૨ ડિગ્રી સેલ્સિયસ ઓછું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)

શિયાળો બેસી રહ્યો છે એમ મુંબઈગરાઓની સવાર અને દિવસો પણ પ્રમાણમાં ઠંડા થઈ રહ્યા છે અને મુંબઈગરાઓ થોડી ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. કોલાબા વેધશાળા અનુસાર ગુરુવારે મુંબઈનું મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય તાપમાન કરતાં અનુક્રમે ૧.૬ ડિગ્રી સેલ્સિયસ અને ૦.૨ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૩ ટકા નોંધાયું હતું. સ્થાનિક વેધશાળાઓ અનુસાર આગામી બે દિવસ દરમ્યાન મુંબઈનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે. શનિવારે-રવિવારે આવું વાતાવરણ જોવા મળશે, પરંતુ આવતા અઠવાડિયાથી પશ્ચિમથી આવતા પવનો વધુ સૂકા રહેશે અને એમાં ભેજનું પ્રમાણ ઓછું રહેવાના કારણે ઠંડીનો પારો ગગડશે એવું હવામાન ખાતાના નિષ્ણાતોનું માનવું છે. મુંબઈનું લઘુતમ તાપમાન આવતા અઠવાડિયે ૧૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટવાની તથા પુણે અને નાશિકમાં તાપમાનનો પારો ૧૨થી ૧૩ ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચો જશે એવું નિષ્ણાતોનું માનવું છે.

શહેરમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)ની સ્થિતિ

વિસ્તાર AQI

મુંબઈ (સરેરાશ) ૭૫

નેવી નગર-કોલાબા ૧૪૧

માઝગાવ ૧૩૦

ઘાટકોપર ૧૧૮

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) ૧૧૧

mumbai weather mumbai news indian meteorological department mumbai whats on mumbai