જૂન તો ભારે આકરો

14 June, 2026 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલાબામાં શુક્રવારે ૩૦.૦૨ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર નોંધાયું: ૫૭ વર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધુ મિનિમમ ટેમ્પરેચર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ચોમાસું બેસવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે ત્યારે આ વર્ષે જૂન મહિનામાં રેકૉર્ડ મિનિમમ ટેમ્પરેચર એટલે કે લઘુતમ તાપમાન નોંધાયું હતું. કોલાબામાં શુક્રવારે ૩૦.૦૨ મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું જે મુંબઈમાં જૂનમાં નોંધાયેલું સૌથી વધુ મિનિમમ ટેમ્પરેચર હતું. શનિવારે મુંબઈમાં વાદળિયું વાતાવરણ હતું અને વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. છેલ્લાં ૫૭ વર્ષમાં જૂનમાં આ વર્ષે સૌથી વધુ મિનિમમ ટેમ્પરેચર રહ્યું છે. મૉન્સૂન ડિલે થતાં હીટવેવ હજી પણ ચાલી રહી છે એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.   

જૂનના ઍવરેજ તાપમાન કરતાં ૩.૮ ડિગ્રી વધુ
કોલાબામાં મિનિમમ ટેમ્પરેચર ૩૦.૦૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું એ પહેલાંનાં વર્ષોમાં જૂનમાં નોંધાયેલા મિનિમમ ટેમ્પરેચર કરતાં ૩.૮ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું એટલે કે મુંબઈમાં જૂનમાં લઘુતમ તાપમાનમાં લગભગ ૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે જે ચિંતાજનક છે.

mumbai news mumbai Gujarat Rains mumbai monsoon monsoon news indian meteorological department