✕

કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગમાં રાહુલ ગાંધીનો ચોંકાવનારો દાવો

30 September, 2026 10:21 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી ને અમિત શાહે મને કહ્યું છે કે અમારા ગયા પછી તમે આવશો: કહ્યું કે વડા પ્રધાન અને ગૃહપ્રધાનને પણ કૉન્ગ્રેસ પર વિશ્વાસ છે તો આપણા નેતા-કાર્યકર્તાઓએ વિશ્વાસ રાખીને મહેનત કરવી જોઈએ

રાહુલ ગાંધી

નવી દિલ્હીમાં મંગળવારે કૉન્ગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ એક મોટો દાવો કરીને રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને સંબોધતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે તેમને કહ્યું હતું કે જ્યારે અમે જઈશું ત્યારે તમે આવશો.
રાહુલ ગાંધીએ નેતાઓ અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે જો વડા પ્રધાન અને ગૃહપ્રધાનને કૉન્ગ્રેસ સત્તામાં પાછી ફરશે એવો ભરોસો હોય તો આપણી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ પોતાની તાકાત પર પૂરો ભરોસો રાખવો જોઈએ. તેમણે કહ્યું કે સરકારનો સમય હવે પૂરો થવા આવ્યો છે, BJPએ આખરે વિપક્ષ માટે જગ્યા બનાવવી જ પડશે.
આ બેઠકમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણીપંચની કાર્યપ્રણાલી વિશે પણ ચર્ચા થઈ હતી. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની આકરી માગણી કરી હતી. તેમણે સવાલિયા અંદાજમાં કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર આખરે રાજીનામું કેવી રીતે નહીં આપે? 

national news india narendra modi congress political news