બ્રિક્સ સમિટમાં વિશ્વના રાષ્ટ્રાધ્યક્ષો સાથે નરેન્દ્ર મોદીની ત્રણ દિવસમાં મૅરથૉન 15 સિટ-ડાઉન બેઠકો

14 September, 2026 10:53 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

UKથી અલગ થવાની યોજના વિશે ચર્ચા કરવા નૉર્ધર્ન આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સના નેતાઓ આજે મળશે

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમ્યાન સઘન રાજદ્વારી સંપર્ક સાધ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તથા સરકારના વડાઓ સાથે 15 દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ બેઠકો સમિટની સાથે યોજવામાં આવી હતી અને તે વૈશ્વિક નેતાઓ તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ સાથેની અનેક અનૌપચારિક મુલાકાતો  ઉપરાંતની હતી.

UKથી અલગ થવાની યોજના વિશે ચર્ચા કરવા નૉર્ધર્ન આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સના નેતાઓ આજે મળશે

યુનાઇટેડ કિંગડમ (UK)થી અલગ થવાની યોજના પર ચર્ચા કરવા માટે નૉર્ધર્ન આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સના નેતાઓ આજે મળવાના છે. સ્કૉટલૅન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જૉન સ્વિની, વેલ્સના રુન એપ આયોવર્થ અને નૉર્ધર્ન આયરલૅન્ડના મિશેલ ઓ`નીલ UKથી અલગ થવા પર લોકમત યોજવાના અધિકારની માગણી કરતા સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરે એવી અપેક્ષા છે. પહેલી વાર UKનાં ત્રણ ઘટક રાષ્ટ્રો પર અલગતાવાદી પક્ષોની સત્તા છે.

રાહુલ ગાંધીને બ્રિક્સના ગાલા ડિનરમાં માત્ર શાકાહારી વાનગીઓ હતી એનો વાંધો પડ્યો

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં શનિવારે રાત્રે આયોજિત બ્રિક્સ ગાલા ડિનરના શાકાહારી મેનુની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે `ભારતમાં આવેલા વિશ્વના નેતાઓ માટે પીરસવામાં આવેલી વાનગીઓમાં કોઈ માંસાહારી વાનગી જોવા મળી નહોતી. દેશની ભોજન-પરંપરાઓનું પ્રદર્શન કરતા રાત્રિભોજનમાં ભારતીય માંસાહારી વાનગીઓને સ્થાન હોવું 
જોઈતું હતું.` 
આ મુદ્દે રાહુલ ગાંધીએ એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘૮૦ ટકા ભારતીયો માંસાહારી છે. ભારતીય માંસાહારી ભોજન સ્વાદિષ્ટ હોય છે, જેમ મારી બહેનના છોલે-ભટુરે સ્વાદિષ્ટ હોય છે.’

national news india brics narendra modi indian government