ભારત કેપેબલ, કૉમ્પિટિટિવ અને કમિટેડ છે

01 March, 2026 08:39 AM IST  |  Sanand | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ સાણંદમાં દેશના પહેલા મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાણંદમાં માઇક્રોન્સના સેમિકન્ડક્ટર ATMP સુવિધાનો પ્રારંભ કર્યો હતો.

આ વાત પર ભાર મૂકીને વડા પ્રધાને કહ્યું કે સૉફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાણંદના માઇક્રોન ટેક્નૉલૉજીના પહેલા સેમિકન્ડક્ટર ઍસેમ્બલી, ટેસ્ટ અને પૅકેજિંગ  (ATMP) યુનિટની શરૂઆત કરી હતી. આ અવસરે તેમણે કહ્યું હતું કે ‘હવે દુનિયાને સંદેશ પહોંચી ચૂક્યો છે કે ભારત કેપેબલ છે, ભારત કૉમ્પિટિટિવ છે અને ભારત કમિટેડ પણ છે. માઇક્રોનની આ ફૅસિલિટી ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સહયોગ અને ભાગીદારીનું પ્રમાણ છે. ખાસ કરીને AI અને ચિપ જેવી ટેક્નૉલૉજીમાં ભારત-અમેરિકાની ભાગીદારી બહુ મહત્ત્વપૂર્ણ છે. માઇક્રોનની આ ફૅસિલિટી ભારતના નવા મિજાજનું શાનદાર ઉદાહરણ છે. આજનું ભારત પૉલિસીથી લઈને પ્રોડક્શન સુધી પહોંચી ગયું છે.’

નરેન્દ્ર મોદીએ રતન તાતાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે ‘મને યાદ છે કે જ્યારે અહીં ઑટોમોબાઇલ કંપની આવી હતી ત્યારે મેં રતન તાતાને સ્વાગતમનો મેસેજ કરેલો. એક રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી ગુજ્જુ શું કરી શકે છે એ આજે જોઈ લો. ૧૦-૧૧ વર્ષ પહેલાં ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા બહુ નાના સર્કલમાં થતી. ટેક્નૉલૉજીની વાત માત્ર IT સુધી સીમિત હતી. આજે જુઓ સૉફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખને સ્થાપિત કરી રહ્યું છે.’

આ‍ૅઇલ પછી ચિપ

સાણંદમાં નવા ભવિષ્યનો ઉદય થયો છે એમ જણાવીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વીસમી સદી સુધી દુનિયાએ ઇન્ડસ્ટ્રિયલ રેવલ્યુશનનો સમય જોયો. એ સમયે દેશમાં ફૅક્ટરી, મશીન અને માસ પ્રોડક્શન ગતિમાન હતું. પાછલી સદીમાં ઑઇલનું રાજ હતું, આવનારી સદીમાં માઇક્રોચિપનું હશે. AI રેવલ્યુશનની શતાબ્દીમાં સેમી-કન્ડક્ટર આ બદલાવમાં મોટો બ્રિજ છે.’

અજમેરમાં વિકાસ પ્રોજેક્ટ્સ

ગઈ કાલે નરેન્દ્ર મોદીએ અજમેરમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો અને સાથે સર્વાઇકલ કૅન્સરના પ્રિવેન્શન માટે હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV)ની વૅક્સિન આપવાના દેશવ્યાપી અભિયાનનો પણ પ્રારંભ કર્યો હતો.

narendra modi national news ai artificial intelligence ajmer indian government technology news tech news