નરેન્દ્ર મોદી આજે તમામ મુખ્ય પ્રધાનો સાથે કરશે વિડિયો-કૉન્ફરન્સ

27 March, 2026 12:40 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ઊભા થયેલા ઊર્જાસંકટ વિશે ચર્ચા કરશે

નરેન્દ્ર મોદી

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની સ્થિતિને કારણે ભારત પર પડનારી અસર માટે નરેન્દ્ર મોદી ભારતનાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે આજે ઑનલાઇન મીટિંગ કરવાના છે. એમાં દરેક રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ મીટિંગમાં એ રાજ્યના મુખ્ય પ્રધાનો નહીં હાજર રહે જ્યાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ બેઠકનો ઉદ્દેશ ટીમ ઇન્ડિયાની ભાવના સાથે ઊર્જા-સંકટનો સામનો કરવાના પ્રયાસોમાં તમામ રાજ્યો વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે. 

national news india indian government political news middle east crisis narendra modi bhartiya janta party bjp