પુલવામા એટેકને આજે બે વર્ષ થયું, આવો CRPF જવાનોના બલિદાનને યાદ કરીએ

14 February, 2021 08:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પુલવામા એટેકને આજે બે વર્ષ થયું, આવો CRPF જવાનોના બલિદાનને યાદ કરીએ

પ્રતીકાત્મક તસવીર

પુલવામા આતંકી હુમલાની આજે બીજી વર્ષગાંઠ છે. આજે દેશ સીઆરપીએફ જવાનોના બલિદાનને યાદ કરી રહ્યો છે. પુલવામા આતંકી હુમલાને બે વર્ષ બાદ આજે પણ દેશને તે દિવસ યાદ છે, જ્યારે એક આત્મઘાતી આતંકવાદીઓએ સુરક્ષા દળોને લઈ જઈ રહેલી એક બસમાં આઈઈડી ભરેલી ગાડીથી ટક્કર મારી હતી. આ આતંકી હુમલામાં CRPFમા 40 જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)એ આ ઘાતકી આતંકી હુમલાની જવાબદારી લીધી હતી.

CRPFના કાફલા પર હુમલો 14 ફેબ્રુઆરી 2019ના જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં થયો હતો. 22 વર્ષીય એક આત્મઘાતી હુમલો કરનાર આદિલ અહમદ ડારે વિસ્ફોટકથી ભરેલા વાહનને બસ સાથે ઘસડાવી દીધી હતી. CRPFના કાફલામાં 78 બસો હતી જેમાં લગભગ 2500 સૈનિકો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા.

પુલવામા આતંકી હુમલાના થોડા દિવસ બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એડ-મોહમ્મદના આતંકી તામીમ શિબિર પર એરસ્ટ્રાઈક હુમલો કર્યો. આ આતંક હુમલા બાદ ભારતે પાકિસ્તાનના મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નું સ્ટેટસ પાછું ખેંચી લીધું હતું. આતંરરાષ્ટ્રીય સમુદાયે આતંકી હુમલાના પગલે ભારતને પોતાનો મજબૂત ટેકો વ્યક્ત કર્યો હતો.

આ આતંકવાદી હુમલામાં શહીદ તમામ 40 જવાનોના નામના સ્મારકનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2020ના રોજ પુલવામાના લેથપોરા શિબિરમાં CRPF તાલીમ કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું. સ્મારકને પુલવામા હુમલામાં શહીદ થયેલા તમામ 40 સૈનિકોના નામ અને તેમની તસવીરો અને CRPFનું આદર્શ વાક્ય - 'સેવા અને નિષ્ઠા'. (સેવા અને વફાદારી) સાથે લખાયેલ છે.

બહાદુરના બલિદાનને યાદ કરતાં દેશવાસીઓએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી, જેમણે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ આપી દીધા. #PulwamaAttack આ સમયે ટ્વિટર પર લગભગ 25,000 ટ્વિટ્સ સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે. આજે દેશભરમાં લોકો ભારત માતાના વીર સપૂતોના બલિદાનને યાદ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કર્યું યાદ

પુલવામા હુમલાની બીજી વર્ષગાંઠ પર કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શહીદ જવાનોને નમન કર્યું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું - પુલવામા હુમલામાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને નમન. દેશ તમારો ઋણી છે.

national news terror attack pulwama district new delhi