રિલાયન્સ ફાઉન્ડેશને મિશન અન્નસેવા દ્વારા અનેકોનાં પેટ ઠારવાની શરૂઆત કરી

20 April, 2020 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રિલાયન્સ ફાઉન્ડેશને મિશન અન્નસેવા દ્વારા અનેકોનાં પેટ ઠારવાની શરૂઆત કરી

મિશન અન્ન સેવા કોઇપણ કોર્પોરેટર દ્વારા હાથ ધરવામાં આવેલો સૌથી મોટો ભોજન વિતરણ કાર્યક્રમ બનશે.

નીતા અંબાણીનાં અધ્યક્ષ પદ હેઠળ ચાલતા રિલાયન્સ ફાઉન્ડેશને મિશન અન્ન સેવાની શરૂઆત કરી છે જેના પગલે લૉકડાઉન દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વંચિત સમુદાયના લોકો અને કોરોના વાયરસ મહામારીને રોકવામાં લાગેલા કર્મચારીઓ એમ ત્રણ કરોડ કરતાં વધુ લોકોને ભોજન પુરું પાડવામાં આવશે. મિશન અન્ન સેવા કોઇપણ કોર્પોરેટર દ્વારા હાથ ધરવામાં આવેલો સૌથી મોટો ભોજન વિતરણ કાર્યક્રમ બનશે. રિલાયન્સ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં દેશના ૧૬ રાજયો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં ૬૮ જિલ્લાઓમાં ર કરોડથી વધારે લોકોને ભોજન પ્રદાન કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે “ભારતમાં લૉકડાઉનનો ગાળો લંબાયો છે. આ એક મુશ્કેલ સમય છે. મિશન અન્ન સેવાના માધ્યમથી  અમે સમગ્ર દેશમાં વંચિત સમુદાયો અને અગ્રણી કાર્યકરોને ત્રણ કરોડ કરતા વધુ સમય ભોજન ઉપલબ્ધ કરાવાશે. છે આપણી સંસ્કૃતિમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. ઉપનિષદો આપણને શીખવે છે કે, 'અન્ન બ્રહ્મનું સ્વરૂપ છે.'

પીપીઇ તથા માસ્કની સપ્લાઇની જવાબદારી ઉઠાવી

આ કાર્યક્રમનો હેતુ લોકડાઉન દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વંચિત સમુદાયના લોકો અને કોરોના વાયરસ મહામારીને રોકવામાં લાગેલા ત્રણ કરોડ કરતા વધુ કર્મચારીઓને ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન આપવા, દેશની સૌથી પહેલી કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવા તેમજ પીપીઇ તથા માસ્કની સપ્લાઇ કરવાની જવાબદારી પણ ઉઠાવી છે.

covid19 coronavirus reliance nita ambani mukesh ambani