NEET 2021 Result: નીટ પરીક્ષાના રિઝલ્ટ ટૂંક સમયમાં થશે જાહેર, જાણો વિગતો

26 September, 2021 08:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉમેદવારને આંસર કી પર વાંધો નોંધાવવાની પણ તક આપવામાં આવશે. બધા વાંધા પર વિચાર કર્યા બાદ ફાઈનલ આન્સર કી તૈયાર થશે જેના આધારે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટૂંક સમયમાં જ NEET 2021 પરીક્ષાના રિઝલ્ટ જાહેર કરવા જઈ રહી છે. પરીક્ષાનું આયોજન 12 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું અને ઉમેદવારોને હવે ઉત્તરપત્ર જાહેર કરવાની રાહ જોઈ રહ્યા છે. NEET Result 2021 જાહેર કરતા પહેલા પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. ઉમેદવારને આંસર કી પર વાંધો નોંધાવવાની પણ તક આપવામાં આવશે. બધા વાંધા પર વિચાર કર્યા બાદ ફાઈનલ આન્સર કી તૈયાર થશે જેના આધારે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

NEET 2021 Result, Answer Key: આ રીતે કરી શકશો ચેક

સ્ટેપ 1 : અધિકારિક વેબસાઇટ neet.nta.nic.in પર વિઝિટ કરવું.
સ્ટેપ 2 : હોમપેજ પર દેખાતી NEET 2021 લિન્ક પર ક્લિક કરવું.
સ્ટેપ 3 : એગ્ઝામ રિઝલ્ટ / આંસર કીની લિન્ક પર ક્લિક કરીને લૉગિન પેજ પર જવું.
સ્ટેપ 4 : પોતાના ક્રેન્ડેશિયલ ભરીને લૉગઈન કરવું.
સ્ટેપ 5 : સ્કોરકાર્ડ/ આન્સર કી સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરવું.

હાલ રિઝલ્ટની તારીખ અને સમયની ઑફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી પણ શક્ય છે કે પ્રૉવિઝનલ આંસર કી ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. આ અંગે નોંધાયેલા વાંધા પર વિચાર કર્યા બાદ આગામી અઠવાડિયે રિઝલ્ટ પણ જાહેર કરી શકાય છે. ઉમેદવારોને પોતાના સ્કોરના આધારે મેડિકલ કૉર્સમાં એડમિશન માટે કાઉન્સિલિંગમાં સામેલ થવાની તક મળશે. કોઈપણ અન્ય માહિતી માટે ઉમેદવાર અધિકારિક વેબસાઇટ પર તપાસ કરતા રહે.

national news