૩૫ વર્ષના રૅપર બાલેન શાહે ૪ વાર વડા પ્રધાન રહી ચૂકેલા કેપી શર્મા ઓલીને આપી ધોબીપછાડ

08 March, 2026 08:10 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ના તેઓ વડા પ્રધાનપદના ઉમેદવાર છે. RSPએ ૬૦થી વધુ બેઠક પર જીત મેળવી લીધી છે,

કેપી શર્મા ઓલી સામે ભારે બહુમતીથી જીત મેળવ્યાના સર્ટિફિકેટ સાથે કાઠમાંડુના ભૂતપૂર્વ મેયર અને રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર બાલેન શાહ.

કાઠમાંડુના ભૂતપૂર્વ મેયર અને રૅપર બાલેન શાહે નેપાલના ૪ વખત વડા પ્રધાન રહી ચૂકેલા કેપી શર્મા ઓલીને જબરદસ્ત માત આપી છે. ઝાપા-5ની સીટ પર બાલેન શાહને ૬૮,૩૪૮ મત મળ્યા હતા, જ્યારે ઓલીને માત્ર ૧૮,૭૩૪ વોટ મળતાં ૪૯,૬૧૪ મતના જબરદસ્ત માર્જિનથી બાલેન શાહની જીત થઈ હતી. બાલેન શાહે જ્યારે કેપી શર્મા ઓલી સામે ચૂંટણી લડવાનું નક્કી કરેલું ત્યારે નિષ્ણાતોએ કહેલું કે તેમણે પોતાનું રાજનીતિક ભવિષ્ય દાવ પર લગાવ્યું છે. 

રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ના તેઓ વડા પ્રધાનપદના ઉમેદવાર છે. RSPએ ૬૦થી વધુ બેઠક પર જીત મેળવી લીધી છે, જ્યારે નેપાલી કૉન્ગ્રેસને માત્ર ૯ અને નેપાલ કમ્યુનિસ્ટ પાર્ટીને ૩ બેઠક મળી છે. આ આંકડાઓ પરથી બાલેન શાહ વડા પ્રધાન બને એ હવે લગભગ પાકું થઈ ગયું છે.  

નરેન્દ્ર મોદીએ નેપાલની જનતાને આપી વધાઈ 

નેપાલની જનતા અને સરકારે સફળ અને શાંતિપૂર્વક ચૂંટણી-પ્રક્રિયા કરી એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આપણાં નેપાલી ભાઈઓ અને બહેનોને આટલા જોશ સાથે લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરતાં જોઈને ખૂબ જ ખુશી થઈ રહી છે. એક ઘનિષ્ઠ મિત્ર અને પાડોશી હોવાના નાતે ભારત નેપાલની જનતા અને તેમની નવી સરકાર સાથે મળીને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રતિબદ્ધ છે.’       

national news india kathmandu indian politics nepal