04 December, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સામાન્ય રીતે લગ્ન પછી મોં દેખાડવાની રસમમાં દુલ્હન ઘૂંઘટ તાણીને બેસે છે. નવી વહુ તો શરમાતી, સંકોચાતી અને ભાગ્યે જ એક-બે શબ્દમાં લોકોની મશ્કરીઓનો જવાબ આપતી હોય છે. જોકે એક વિડિયોમાં ગિટાર વગાડીને ગીત ગાતી દુલ્હન સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ છે. સાસરિયાંમાં ગળા સુધી ઘૂંઘટ તાણવાનો રિવાજ છે, પણ એ રિવાજ પાળીને પણ જ્યારે દુલ્હન હાથમાં ગિટાર લઈને સુરીલું ગીત ગાય છે ત્યારે ભલભલા લોકો દંગ રહી જાય છે. કોઈ દેશી ગીત નહીં પણ બૉલીવુડનાં હિન્દી ગીતો નરમ અને સુરીલાં ગાતી નવી વહુને જોઈને સાસરિયાંની બહેનો તો દંગ રહી જ ગઈ હતી, પરંતુ સોશ્યલ મીડિયા પર પણ વહુરાણી છવાઈ ગયાં. લોકોએ તેને સીક્રેટ રૉકસ્ટાર ગણાવી હતી.