✕

૧લી ડિસેમ્બર આવતાં જ જાણો કઇ કઇ વસ્તુ બદલાઈ જશે? OCI કાર્ડધારકોથી લઈને પેન્શનધારકો માટે મહત્ત્વના સમાચાર

27 November, 2026 10:37 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

New Rules and Changes from December 1: ત્રણ દિવસમાં નવેમ્બરનો મહિનો પૂરો થશે ત્યારે જાણી લેવું જરૂરી છે કે ૧લી ડિસેમ્બરથી કઇ કઇ વસ્તુઓમાં બદલાવ થવા જઇ રહ્યો છે. કયા ક્ષેત્રમાં નીતિ-નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

New Rules and Changes from December 1: ત્રણ દિવસમાં નવેમ્બરનો મહિનો પૂરો થશે ત્યારે જાણી લેવું જરૂરી છે કે ૧લી ડિસેમ્બરથી કઇ કઇ વસ્તુઓમાં બદલાવ થવા જઇ રહ્યો છે. કયા ક્ષેત્રમાં નીતિ-નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસના ખિસ્સા પર ભાર પડવાનો હોય એવું જણાઈ રહ્યું છે. જીએસટી હોય કે આરબીઆઈ હોય, રાંધણ ગેસની કંપની હોય કે ક્મોડિટી ટ્રેડિંગ કંપની હોય.. કયાં કયાં ફેરફારો થવાના છે તે સમજી લઇએ.

રિઝર્વ બૅન્કના વ્યાજદર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના વ્યાજદરની (New Rules and Changes from December 1)વાત કરીએ તો આગામી ૨જી કે ૪થી ડિસેમ્બર દરમિયાન મોનેટરી પોલિસીની બેઠક યોજાવાની છે. આ મીટિંગ બાદ આરબીઆઈ લગભગ ચોથી મેની આસપાસ તેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો છે કે કેમ તે અંગેનો નિર્ણય જારી કરી શકે છે. જો વ્યાજદરમાં વધારો કરવામાં આવશે તો હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન મોંઘી થશે તે નક્કી છે.

આધાર અપડેટ્સ

જો તમે પણ તમારા આધાર-કાર્ડમાં અપડેટ્સ કરાવવા માંગતા હોવ તો ૧લી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી આધાર-કાર્ડ પર ઇમેઇલને મફતમાં અપડેટ કરવાની અવલત આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ આધારની સત્તાવાર ઍપ પર જઇને આ સુવિધાનો લાભ લઈ શકશે. આમ તો આ એપ્લિકેશન પર ઇમેઇલ્સ અપડેટ કરવા માટે ૭૫ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે, પણ ડિસેમ્બર મહિના પૂરતી આ સર્વિસ મફતમાં મળશે. 

પેન્શનધારકો માટે 

પેન્શનરો માટે પણ મહત્ત્વના અપડેટ (New Rules and Changes from December 1) છે. તેઓએ પોતાનું પેન્શન શરૂ રાખવા માટે ૩૦મી નવેમ્બર સુધી તેઓના જીવંત હોવાના પુરાવા તરીકે જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.  જો આ ડોક્યુમેન્ટ સમયમર્યાદાની અંદર રજૂ કરવામાં નહીં આવે તો તેમનું પેન્શન અટકી શકે છે.

NRI અને OCI કાર્ડધારકો માટે

મોટાભાગના ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારકો ભારતીય શેરબજારમાં રોકાણ કરતાં હોય છે. આ પ્રક્રિયામાં તેઓએ કેવાયસી કરવી પડે છે. અગાઉ તેની માટે તેઓએ ઈન્ડિયા આવવું પડતું હતું અથવા તો તેઓ જે પણ દેશમાં હોય ત્યાંના ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં જઇને દસ્તાવેજો સબમિટ કરવા પડતા હતા. પણ હવે તેમાં પણ સેબી સવાર નવા નિયમો આવી ગયા છે. તે મુજબ આ રોકાણકારો હવે વિદેશમાં રહીને પણ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ સર્વિસ ૩જી ડિસેમ્બરથી શરૂ થવાની છે.

એલપીજી સિલિન્ડરના દર

ગત અમુક દિવસ પહેલાં એલપીજીના ભાવમાં પ્રતિ કિલો ૧૯ રૂપિયાનો વધારો (New Rules and Changes from December 1) કરાયો હતો. ઈરાન-અમેરિકા યુદ્ધની તણાવભરી પરિસ્થિતિને પગલે એલપીજીના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે. જોકે, ૧૪ કિલોના ઘરગથ્થુ રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હવે ડિસેમ્બર મહિનામાં ભાવમાં શું વધઘટ થાય છે તે જોવું રહ્યું.

એસબીઆઇ ક્રેડિટ કાર્ડ

જો તમે SBIના ખાતાધારક છો તો જાણી લો કે એસબીઆઇ ક્રેડિટ કાર્ડને લઈને મહત્ત્વના અપડેટ આવ્યા છે. અહેવાલો અનુસાર એસબીઆઇ ક્રેડિટ કાર્ડ આવતીકાલથી મોંઘુ થવાનું છે. 

ટાટા કારની ખરીદી

જો તમે નવી ટાટા કાર અથવા એસયુવી ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સ દ્વારા ૧લી ડિસેમ્બરથી ટાટાનાં વાહનોની કિંમતોમાં વધારો થવાનો છે.

national news india Aadhaar indian government reserve bank of india state bank of india tata motors lpg cylinder