01 January, 2025 10:30 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી અને દ્રૌપદી મુર્મુ
ઠેર ઠેર નવા વર્ષની (New Year 2025) ઉજવણી થઈ રહી છે. ચોમેર વર્ષ 2025ને આવકાર મળી રહ્યો છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2025ની પહેલીવહેલી સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવેલા નુતન વર્ષ માટે સૌ દેશવાસીઓને તેમની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપી હતી.
નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ મૂકી
વડાપ્રધાને આવનારા વર્ષ (New Year 2025)માં નવી તકો, વ્યક્તિગત વિકાસ અને સામૂહિક સુખાકારીને અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ લખ્યું હતું કે, "હેપ્પી 2025! આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત આનંદ લઈને આવે. દરેકને અદ્ભુત સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ મળે”
નરેન્દ્ર મોદીની સાથે જ ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ એક્સ પર પોસ્ટ મૂકી હતી. તેમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2025 બધા માટે આનંદ, સંવાદિતા અને સમૃદ્ધિથી ભરેલું વર્ષ બને. આ સાથે જ દરેકને ઉજ્જવળ અને વધુ સમાવિષ્ટ ભવિષ્ય તરફ કામ કરવા વિનંતી પણ તેઓએ કરી હતી.”
"દરેકને નવા વર્ષ (New Year 2025)ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! વર્ષ 2025 બધા માટે આનંદ, સંવાદિતા અને સમૃદ્ધિ લાવે! આ અવસર પર, ચાલો આપણે ભારત અને વિશ્વ માટે એક ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ થઈએ” એમ કહી દ્રૌપદી મુર્મુએ પોતાના અંતરનાં ભાવ રજૂ કર્યા હતા.
ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષની શુભેચ્છાઓ આપતાં એક્સ પર લખ્યું હતું કે, “2025ની શુભકામનાઓ! આ વર્ષ બધા માટે આનંદ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના. ચાલો આપણે સૌ માટે પ્રગતિ, એકતા અને ઉજ્જવળ ભવિષ્યનો
Happy 2025! ?
May this year bring joy, success, and prosperity to all. Let us work together towards a Viksit Bharat and a Viksit Gujarat, paving the way for progress, unity, and a brighter future for everyone.#Happy2025
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2025 href="https://www.gujaratimidday.com/news/mumbai-news/article/traffic-jam-on-mumbai-goa-highway-people-come-to-celebrate-new-year-construction-work-is-also-going-on-234136">માર્ગ મોકળો કરીને વિક્ષિત ભારત અને વિકિસિત ગુજરાત તરફ સાથે મળીને કામ કરીએ”
એવું ચોક્કસ કહી શકીએ કે ભારતે વર્ષ 2025નું ખૂબ જ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે અને સમગ્ર દેશમાં ઉજવણીઓ થઈ રહી છે. મુંબઈ જેવા મુખ્ય શહેરોમાં તો લોકોએ મનમૂકીને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પાર્ટીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈવ પ્રદર્શન અને થીમ આધારિત સજાવટ કરીને નવા વર્ષનાં વધામણાં કર્યા હતા.
દિલ્હીની વાત કરવામાં આવે તો કનોટ પ્લેસ, હૌઝ ખાસ અને લાજપત નગર જેવા લોકપ્રિય સ્થાનોએ પહોંચીને લોકોએ ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી.
કડક સુરક્ષા સાથે ઉજવાઇ થર્ટી ફર્સ્ટ
તહેવારોની ઉજવણી સાથે જ લોકો સલામત અને સુરક્ષિત રહે તે માટે દિલ્હી પોલીસે વ્યાપક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા હતા. મુંબઈમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જુહુ બીચ, મરીન ડ્રાઇવ અને ચૌપાટી બીચ જેવા આઇકોનિક સ્થળો પર લોકોની ભીડ ઉમટી આવી હતી. ગઇકાલે મોડી રાત્રે મુંબઈમાં ફટાકડાઓ અને લાઇટ્સ સાથે આકાશ રંગીન થયું હતું. એ જ રીતે, હિમાચલ પ્રદેશની મનાલી, પ્રવાસીઓમાં પણ નવા વર્ષ (New Year 2025)ની ઉજવણી કરવામાં આવી હતી.