ન્યૂઝ શોર્ટમાઃ એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું બન્યું

12 June, 2021 10:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુકુલ રૉય પુત્ર સાથે ફરી મમતાના પક્ષમાં જોડાઈ ગયા

સોનાનો સિક્કો

હરાજીમાં સોનાનો એક સિક્કો ૧૩૮ કરોડમાં વેચાયો

ન્યુ યૉર્ક: આજકાલ જૂની નોટ, સિક્કાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. એમાં રાતોરાત લખપતિ, કરોડપતિ બનવાનો ચાન્સ બની રહે છે. જો તમને જૂના સિક્કાસંગ્રહ કરવાનો શોખ છે તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ન્યુ યૉર્કમાં બનેલી લેટેસ્ટ ઘટના આનો પુરાવો છે. સોનાનો એક સિક્કો ખરીદવા ૧૮.૯ મિલ્યન ડૉલર (અંદાજે ૧૩૮ કરોડ રૂપિયા)ની સવોર઼્ચ્ચ બોલી લાગી હતી અને એ ભાવે વેચાયો હતો.

રૉઇટર્સના મતે ન્યુ યૉર્કમાં લગભગ ૨૦ ડૉલર એટલે કે ૧૪૦૦ રૂપિયાના સિક્કાની આટલી મોટી હરાજી થશે એનો અંદાજો પણ લગાવવો મુશ્કેલ હતો. જોવામાં સાધારણ સોનાના સિક્કાની હરાજીની રકમ પણ વધતી ગઈ હતી. આ સોનાનો ‘બહુમૂલ્ય’ સિક્કો ૧૯૩૩માં બન્યો હતો, જેની બન્ને બાજુ ઈગલની આકૃતિ હતી. આ સિક્કાની એક બાજુ ઊડતું ગરૂડ છે તો બીજી બાજુ આગળ વધતા લિબર્ટીની આકૃતિ છે. આ સિક્કો શૂ-ડિઝાઇનર અને કલેક્ટર સ્ટુઅર્ટ વીટસમેન દ્વારા વેચાયો છે. જોકે આ સિક્કો કોણે અને કેમ ખરીદ્યો તેનો કોઈ ખુલાસો કરાયો નથી.

 

મુકુલ રૉય પુત્ર સાથે ફરી મમતાના પક્ષમાં જોડાઈ ગયા

કલકત્તા: બીજેપીના ભૂતપૂર્વ રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ મુકુલ રૉય આ પક્ષ છોડીને ફરી તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)માં જોડાઈ ગયા છે. તેમની સાથે તેમના પુત્ર સુભ્રાંશુ પણ ટીએમસીમાં જોડાયા છે. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને ટીએમસીના અન્ય નેતાઓએ મુકુલ રૉય અને તેમના પુત્રનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. રૉય અગાઉ ટીએમસીમાં મમતાની સૌથી નજીકના નેતા હતા. રૉય પક્ષમાં જોડાઈ ગયા ત્યાર પછી મમતાએ પત્રકારોને કહ્યું હતું કે બીજેપીમાં રૉયને ધમકીઓ મળતી હતી અને તેમની સતામણી પણ થતી હતી જેને કારણે રૉયની તબિયત પર વિપરીત અસર થઈ હતી.

 

મહિલા બાઇકર લદાખની સાહસી સફરે

તસવીરઃ પી.ટી.આઇ.

લદાખના ઉમલિન્ગ લા પાસ ખાતે પહોંચીને પાછા આવવાના માત્ર એક મહિલાચાલિત મોટરસાઇકલ અભિયાનને ગઈ કાલે દિલ્હી ખાતે ફ્લૅગ-ઑફ કરી રહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ. આ ઐતિહાસિક અભિયાનમાં કંચન ઉગુરસાન્ડી નામની સાહસિક મોટરસાઇકલ ચલાવશે.

national news international news new york kolkata mamata banerjee bharatiya janata party trinamool congress ladakh rajnath singh