ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

16 September, 2025 01:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુઝ શોર્ટમાં : મનિલામાં ૧૦૦૦થી વધુ ઘર બળીને ખાખ થઈ ગયાં; વરલીના પૂનમ બિલ્ડિંગમાં આગ

મિડ-ડે લોગો

વિદ્રોહ પછીનો વિનાશ

નેપાલમાં ગયા અઠવાડિયે જેન-ઝીએ સરકારવિરોધી હિંસક પ્રદર્શન કરીને દેશની માલમતાને બેફામ નુકસાન પહોંચાડ્યું હતું. વિરોધ-પ્રદર્શનની આગ ઠર્યા પછી હવે કાઠમાંડુમાં ઠેર-ઠેર બળીને ખાખ થયેલો કાટમાળ જોવા મળે છે. અંદાજ છે કે આ વિરોધમાં નેપાલને ૩૧૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

મનિલામાં ૧૦૦૦થી વધુ ઘર બળીને ખાખ થઈ ગયાં

શનિવારે રાતે સાડાઆઠ વાગ્યે ફિલિપીન્સના મનિલામાં બે બિલ્ડિંગોમાં આગ લાગી હતી. જોકે એની આસપાસનાં ઘરોમાં પણ જ્વલનશીલ મટીરિયલે આગ પકડી લેતાં આસપાસનાં લગભગ ૧૦૦૦થી વધુ ઘરોમાં આગ ફેલાઈ ગઈ હતી અને લગભગ બધું સ્વાહા થઈ ગયું હતું. 

કર્ણાટકમાં મટકી ફોડવા ગયા મુંબઈના ગોવિંદા

કર્ણાટકના ઉડુપી શહેરમાં દર વર્ષે વિટલા પિન્ડી ફેસ્ટિવલ ઑગસ્ટ કે સપ્ટેમ્બરમાં થાય છે. આ ઉત્સવમાં શ્રીકૃષ્ણના બાલ્ય સ્વરૂપને ઊજવવામાં આવે છે. ગઈ કાલે યોજાયેલા વિટલા પિન્ડી ઉત્સવમાં મુંબઈના ‘આલા રે ગોવિંદા’ ગ્રુપના ગોવિંદાઓ મટકી ફોડવા માટે પહોંચ્યા હતા.

વરલીના પૂનમ બિલ્ડિંગમાં આગ

વરલીના પૂનમ બિલ્ડિંગમાં ગઈ કાલે સાંજે ૬.૪૬ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડના જણાવ્યા અનુસાર આગ ગ્રાઉન્ડ ફ્લોરની રૂમ-નંબર નવમાં લાગી હતી. એની ઝાળ પહેલા માળે આવેલા ૧૦૧ નંબરના ફ્લૅટમાં પણ લાગતાં ત્યાં પણ નુકસાન થયું હતું. આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઘરવખરી, ટીવી, AC, ફર્નિચર વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. પોણાસાત વાગ્યે લાગેલી આગ પર ૭.૧૯9 વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગમાં કોઈને ઈજા થઈ નહોતી.

 

national news international news world news nepal worli karnataka manali