13 December, 2024 01:04 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
હિમાચલ પ્રદેશનું દૃશ્ય
હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિમાં તાપમાન એટલું નીચું જતું રહ્યું છે કે કીલૉન્ગ ઉદયપુર રોડ પાસે એક નદી થીજી ગઈ છે.
રુકાવટ કે લિએ ખેદ હૈ
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની બહાર રસ્તા પર કેબલ નાખવાનું કામ ચાલતું હોવાથી વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. રાહદારીઓને પણ ચાલવા માટેની જગ્યા ઓછી થઈ ગઈ હોવાથી તકલીફ થઈ રહી છે. તસવીર: અતુલ કાંબળે
VVIPની મૂવમેન્ટ માટે તોડી પાડવામાં આવેલાં ડિવાઇડર પાછાં લગાવવાનું કામ શરૂ
ગયા અઠવાડિયે રાજ્યના મુખ્ય પ્રધાન અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનોની શપથવિધિ માટે વડા પ્રધાન સહિતના VVIP આવવાના હોવાથી તેમની ઈઝી મૂવમેન્ટ માટે આઝાદ મેદાન પાસે અમુક ડિવાઇડર તોડી નાખવામાં આવ્યાં હતાં. જોકે હવે એમને ફરીથી લગાવવામાં આવી રહ્યાં છે. (તસવીર: અતુલ કાંબળે)