News In Shorts: લદ્દાખમાં પ્રવાસીઓનું ઘોડાપૂરઃ ૨૦૨૫ના આખા વર્ષનો રેકૉર્ડ માત્ર ૮ મહિનામાં તૂટ્યો

14 September, 2026 08:43 AM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

માત્ર ઑગસ્ટ મહિનામાં જ પ્રવાસીઓની સંખ્યા ૪૫,૨૦૧ થી વધીને ૭૪,૭૫૩ થઈ છે, જે ૬૫.૩૮ ટકાનો ઉછાળો દર્શાવે છે.

પ્રતીકાત્મક તસવીર

લદ્દાખમાં પ્રવાસન ઉદ્યોગે જબરદસ્ત રફતાર પકડી છે. ૨૦૨૬ના પ્રથમ ૮ મહિનામાં જ પ્રવાસીઓની સંખ્યાએ ૨૦૨૫ના આખા વર્ષનો આંકડો પાર કરી લીધો છે. ૨૦૨૫માં જાન્યુઆરીથી ઑગસ્ટ દરમ્યાન લદ્દાખમાં ૨.૬૯ લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે ૨૦૨૬ના સમાન સમયગાળામાં આ સંખ્યા ૪.૦૫ લાખે પહોંચી ગઈ હતી. માત્ર ઑગસ્ટ મહિનામાં જ પ્રવાસીઓની સંખ્યા ૪૫,૨૦૧ થી વધીને ૭૪,૭૫૩ થઈ છે, જે ૬૫.૩૮ ટકાનો ઉછાળો દર્શાવે છે. 

હૈદરાબાદમાં ૩,૮૩,૮૦૦ અમેરિકન ડાયમંડ સાથેની ૪ કરોડ રૂપિયાની સૌથી મોંઘી ગણેશજીની મૂર્તિ

હૈદરાબાદમાં આસ્થા અને વૈભવનો અનોખો સંગમ જોવા મળ્યો છે, જ્યાં ૨૪ કૅરૅટ ગોલ્ડ પ્લેટિંગ અને ૩,૮૩,૮૦૦ અમેરિકન ડાયમંડ્સથી તૈયાર કરાયેલી આશરે ૪ કરોડ રૂપિયાની કિંમતની ગણેશજીની ભવ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. બેગમ બજારમાં લી-ચી કા રાજા તરીકે વિખ્યાત આ મૂર્તિને અત્યંત ઝીણવટભરી કારીગરી અને કીમતી આભૂષણોથી સુશોભિત કરવામાં આવી છે. મૂર્તિની ઊંચાઈ વધારે નથી પણ એના પર દશાવતાર દર્શાવવામાં આવ્યા છે. એ મુંબઈના લાલબાગચા રાજા અને તિરુપતિ બાલાજી પરથી પ્રેરિત છે.

national news india ladakh travel