✕

દેશમાં ૪૦ ટકા ઍર-પૉલ્યુશન માટે હું જવાબદાર છું : નીતિન ગડકરી

18 November, 2026 12:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલાં ઑટોમોબાઇલ સેક્ટરમાં વિશ્વમાં ભારત સાતમા નંબરે હતું, હવે જપાનને પછાડીને આપણે ત્રીજા નંબરે પહોંચ્યા

નીતિન ગડકરી

કેન્દ્રીય પરિવહન અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ દિલ્હીમાં આયોજિત દેશમાં વધતા પ્રદૂષણ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘દેશમાં ૪૦ ટકા હવાના પ્રદૂષણ માટે હું મારી જાતને જવાબદાર માનું છું. સરકાર સારા રસ્તા બનાવે છે અને તેથી વધારે લોકો કાર ખરીદે છે અને આ કારમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ વધારે છે.’
નીતિન ગડકરીએ પ્રદૂષણ ઓછું કરવા માટે પેટ્રોલ અને ડીઝલના વાહનો સિવાય અન્ય ઈંધણના વાહનોને અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે એથનૉલ, હાઇડ્રોજન, બાયોફ્યુઅલ અને અન્ય વૈકલ્પિક ઇંધણને ભવિષ્ય માટે જરૂરી ગણાવ્યા હતા.
ગડકરીએ કહ્યું હતું કે `હું જ્યારે પરિવહન પ્રધાન બન્યો ત્યારે દેશનું ઑટોમોબાઇલ સેક્ટર ૧૪ લાખ કરોડનું હતું જે હવે વધીને બાવીસ લાખ કરોડ રૂપિયાનું થયું છે. પહેલાં ઑટોમોબાઇલ સેક્ટરમાં વિશ્વમાં આપણે સાતમા નંબરે હતા પણ હવે જપાનને પછાડીને આપણે ત્રીજા નંબરે પહોંચ્યા છીએ.’

nitin gadkari air pollution ministry of road transport and highways morth new delhi national news