છેક ૨૦૨૭ સુધી H-1B વીઝા માટે ઇન્ટરવ્યુ-સ્લૉટ ઉપલબ્ધ નથી

28 January, 2026 07:12 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પ પ્રશાસનના કડક વલણને કારણે ભારતીય પ્રોફેશનલોની મુશ્કેલી વધી

પ્રતીકાત્મક તસવીર

ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન હેઠળ અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલો નવી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. ભારતભરના અમેરિકન કૉન્સ્યુલેટ્સે H-1B વીઝા-સ્ટૅમ્પિંગ ઇન્ટરવ્યુ ૨૦૨૭ સુધી મુલતવી રાખ્યા છે, જેને કારણે હજારો લોકો માટે મુસાફરીનાં ટાઇમટેબલ અને નોકરીની યોજનાઓ ખોરવાઈ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કલકત્તામાં વીઝા-ઑફિસો  હાલમાં નિયમિત ઇન્ટરવ્યુ-સ્લૉટ માટે કોઈ ઉપલબ્ધતા બતાવતી નથી જેને કારણે અરજદારો પાસે થોડા વિકલ્પો બાકી છે.

ડિસેમ્બર ૨૦૨૫માં આ મુશ્કેલી શરૂ થઈ હતી. કારણ કે એ મહિના માટે નિર્ધારિત ઇન્ટરવ્યુને માર્ચ ૨૦૨૬માં ખસેડવામાં આવ્યા હતા. આ પછી એને ઑક્ટોબર ૨૦૨૬ સુધી મુલતવી રાખવામાં આવ્યા અને હવે ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવ્યા છે જેને કારણે બૅકલૉગમાં વધારો થયો છે.

H-1B સિસ્ટમનું પુનર્ગઠન

H-1B વીઝા સંદર્ભમાં ટ્રમ્પ પ્રશાસને ૨૦૨૫માં ૨૯ ડિસેમ્બરે સુધારેલા નિયમો બહાર પાડ્યા હતા. વાર્ષિક ક્વોટા ૮૫,૦૦૦ વીઝા છે. નવા માળખા હેઠળ હવે લૉટરીમાં પગાર અને અનુભવનું સ્તર વધુ મહત્ત્વનું છે. લૉટરી-વિન્ડો માર્ચની શરૂઆતમાં ખૂલવાની અપેક્ષા છે. સ્ક્રીનિંગની કડક આવશ્યકતાઓને કારણે પ્રોસેસિંગ સમય પણ લંબાયો છે.   

national news india indian government donald trump united states of america