હવે કમર્શિયલ વાહનોના ડ્રાઇવરોએ કૅશથી FASTag રીચાર્જ કરવાની ચિંતા નહીં રહે

14 October, 2025 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑટોમૅટિક રીચાર્જ અને બીજી અનેક સુવિધાઓ સાથેનો UPI AutoPay આધારિત FASTag લૉન્ચ થયો

ઓમ્નીકાર્ડના કો-ફાઉન્ડર અભિશેક સક્સેનાએ ગઈકાલે દિલ્હીમાં ભારતના પહેલા AutoPay આધારિત FASTagનું લૉન્ચિંગ કર્યું હતું.

ભારત વિશ્વનું સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતો દેશ છે. દેશના નૅશનલ અને સ્ટેટ હાઇવેઝ પર દર વર્ષે લાખો ટ્રક જેવાં મોટાં ટ્રાન્સપોર્ટ વેહિકલ્સ ચાલે છે. આ હાઇવેઝ પરથી ભારતના કાર્ગોના ૭૦ ટકા અને પ્રવાસીઓના ૮૫ ટકા ટ્રાફિક પસાર થાય છે. દેશના બિઝનેસ અને ઇકૉનૉમીમાં આટલા મહત્ત્વના હોવા છતાં રોડ ટ્રાન્સપોર્ટમાં લૉજિસ્ટિક્સ કંપનીઓએ એક મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. ટોલ અથવા પાર્કિંગ માટે ડ્રાઇવરોએ તેમના FASTags રીચાર્જ કરવા માટે કૅશ ટ્રાન્ઝૅક્શન પર આધાર રાખવો પડે છે. જરૂરી કૅશ ન હોવાને લીધે ઘણી વાર મોડું થાય છે અને ઉદ્યોગકારોને નુકસાન પણ થાય છે.

આ સમસ્યાને ઉકેલવા માટે OmniCard કંપનીએ ભારતનો પ્રથમ UPI AutoPay આધારિત FASTag લૉન્ચ કર્યો છે જે ખાસ કરીને મોટા બિઝનેસ અને ટ્રાન્સપોર્ટ લૉજિસ્ટિક્સ કંપનીઓ માટે ઘણો લાભદાયી છે.

શી-શી વિશેષતા છે આ FASTagની?

ડ્રાઇવરોએ હવે FASTag રીચાર્જ કરવાની ચિંતા કરવાની જરૂર નહીં રહે. એ UPI AutoPayનો ઉપયોગ કરીને આપમેળે રીચાર્જ થઈ જશે. કંપની અથવા માલિક અગાઉથી ઑટો રીચાર્જ માટે મર્યાદા સેટ કરી શકે છે. ટોલ અને પાર્કિંગ પેમેન્ટ માટે નોટિફિકેશન મળશે. આ ઉપરાંત ખર્ચ પર નજર રાખવા અને દુરુપયોગ અટકાવવા માટે સ્માર્ટ કન્ટ્રોલની પણ સુવિધા છે.

આ FASTag iFleet Pay પ્લૅટફૉર્મ સાથે જોડી દેવામાં આવ્યું છે, જે કંપનીઓને ટ્રિપ ટ્રેકિંગ, જીઓ-ફેન્સિંગ, ડ્રાઇવર કન્ટ્રોલ અને એક્સપેન્સ મૅનેજમેન્ટ માટે એક જ પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. કાર્સ અને કમર્શિયલ વાહનોના ડ્રાઇવરોએ હવે FASTag રીચાર્જ કરવાની કે રોકડા સાથે રાખવાની જરૂર નહીં રહે, UPI AutoPay સિસ્ટમ બધું જાતે જ કરી લેશે.

national news india automobiles ministry of road transport and highways morth regional transport office mumbai transport