23 March, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિગો ઍરલાઇન્સની ક્રાઇસિસ વખતે અન્ય ઍરલાઇન્સે એમની ટિકિટના ભાવ વધારી દેતાં ઊહાપોહ મચી ગયો હતો. એથી એ વખતે ડોમેસ્ટિક ઍરલાઇનની મૅક્સિમમ ટિકિટ ૧૮,૦૦૦ રૂપિયા જ રાખવાની કૅપ મુકાઈ હતી જે આજથી ઉપાડી લેવાઈ છે. એથી હવે ઍરલાઇન્સ કંપનીઓ એમની ટિકિટના ભાવ વધારી શકશે. ઍરલાઇન કંપનીઓનું કહેવું છે કે કોવિડ પછી ઑપરેશનલ કૉસ્ટ વધી હોવાથી તેમને ટિકિટમાં ભાવવધારો કરવાની છૂટ મળવી જોઈએ.ફેર-કૅપ હટાવી લેવાઈ હોવા છતાં એવિયેશન મિનિસ્ટ્રીનું કહેવું છે કે પીક ડિમાન્ડ વખતે કે પછી કોઈ કટોકટી વખતે જો ઍરલાઇન ઍર-ફેરમાં તીવ્ર વધારો કરશે તો એના પર અમારી નજર રહેશે અને જો લાગશે તો પબ્લિક ઇન્ટરેસ્ટમાં ફરી એક વાર ફેર-કૅપ લાગુ કરવામાં આવશે.