જાતી આધારિત વસ્તીગણતરીના સમર્થનમાં ઓબીસી ફ્રન્ટ દ્વારા આજે ભારત બંધનું એલાન

25 May, 2022 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમગ્ર દેશમાં એની અસર રહે એ માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

ફાઈલ ફોટો

નવી દિલ્હી : ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનૉરિટી કમ્યુનિટીઝ એમ્પ્લૉઈઝ ફેડરેશન (બી.એ.એમ.સી.ઇ.એફ.) દ્વારા કેન્દ્રને આગામી વસ્તીગણતરી દરમ્યાન ઓબીસી સહિત અન્ય પછાત વર્ગની અલગથી ગણતરી કરે એવી માગના સમર્થનમાં આજે દેશવ્યાપી બંધનું 
એલાન આપવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એની અસર રહે એ માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. આયોજકોએ તમામ વેપાર ગૃહોને એમાં જોડાવાની વિનંતી કરી છે. પછાત વર્ગોના આ સંગઠન દ્વારા પ્રાઇવેટ સેક્ટરમાં પણ એસસી, એસટી તેમ જ ઓબીસીને અનામત આપવાની માગણી કરી છે એટલું જ નહીં, ચૂંટણીમાં ઈવીએમ મશીનના ઉપયોગ સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ બંધને વામન મેશરામ, ધ નૅશનલ કન્વીનર ઑફ બહુજન ક્રાન્તિ મોરચા સહિત નૅશનલ પરિવર્તન મોરચા, ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાન્તિ મોરચા અને એનાં સાથી સંગઠનોએ ટેકો આપ્યો છે. ભારતીય યુવા મોરચાના નૅશનલ ક‌ન્વીનર રાકેશ કુમારે કહ્યું હતું કે આ બંધનું એલાન કોઈ રાજકીય નેતા તેમ જ પક્ષો દ્વારા નહીં પરંતુ દેશના વિદ્યાર્થીઓ, બેકાર યુવક, ખેડૂતો, મજૂરો, મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું છે. 

bharat bandh national news