15 October, 2025 05:22 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
AI નો દુરુપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે અને તે ચિંતાનું મુખ્ય કારણ બની ગયો છે. કારણ કે ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં તાજેતરમાં એક કિસ્સો આ ચિંતાજનક વલણને ઉજાગર કરે છે. થયું એમ કે ભગવાન રામ અને ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરને દર્શાવતો વાંધાજનક AI-જનરેટેડ વીડિયો બનાવવામાં આવ્યો જેને લીધે હવે સમગ્ર પ્રદેશમાં તણાવ પેદા થઈ રહ્યો છે.
જલાલપુરના સેહરાના રહેવાસી વિજય કુમાર દ્વારા બનાવેલ અને ઓનલાઈન શૅર કરાયેલ આ વીડિયોને લીધે રાજકીય પક્ષો સહિત ભગવાન રામના ભક્તોમાં વ્યાપક રોષ ફેલાયો છે. ઘણા ગ્રામજનો અને પક્ષના કાર્યકરોએ આ વીડિયોને ખૂબ જ અપમાનજનક ગણાવ્યો છે, અને દાવો કર્યો છે કે તે ભગવાન રામના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. વીડિયોમાં બે એનિમેટેડ પાત્રો વચ્ચેના યુદ્ધના દ્રશ્યને દર્શાવવા માટે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં એકને ભગવાન રામ અને બીજાને ડૉ. બી.આર. આંબેડકરને તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ મામલે ભાજપ મંડલના ઉપપ્રમુખ કમલેશ સિંહ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બાદ, પોલીસે વિજય કુમાર સામે કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે.
પોલીસની કાર્યવાહી
"આજે, તારીખ ૧૩.૧૦.૨૫ ના રોજ, મહારુઆ પોલીસ સ્ટેશનમાં, સેહરા જલાલપુર ગામના રહેવાસી, રામશરણના પુત્ર વિજય કુમારને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને ભગવાન શ્રી રામ સાથે સંબંધિત વાંધાજનક વીડિયો શૅર અને પોસ્ટ કરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે," આમેદકરનગર પોલીસે X પર જણાવ્યું. નેટીઝન્સે વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું, "AI ઘણા લોકોને જેલમાં મોકલશે." બીજા યુઝરે કહ્યું, "ભારતના યુવાનો જાતિવાદ વધારવા માટે AI નો ઉપયોગ કરી રહ્યા છે. આ દેશ ગુલામ બન્યો તે કંઈ કારણ વગર નથી." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે આરોપી સામે કાર્યવાહી થઈ છે.
આંબેડકર પ્રતિમા વિવાદ તીવ્ર બન્યો
ડૉ. આંબેડકર પ્રતિમા વિવાદ બાદ ગ્વાલિયરમાં વધી રહેલા તણાવ વચ્ચે, આંબેડકર સમર્થકોએ 15 ઑક્ટોબરે મોટા વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને, પોલીસે બુધવારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પોલીસ વિસ્તારના દરેક ખૂણા અને દરેક મુલાકાતી પર નજર રાખી રહી છે. આ સંજોગોમાં, કેટલાક વિરોધ કરી રહેલા સંગઠનો પાછળ હટી ગયા છે, પરંતુ પોલીસ હજી પણ 2 એપ્રિલના રમખાણો સામે સાવચેતી રાખી રહી છે. સમગ્ર ગ્વાલિયર પોલીસે તેને છાવણીમાં ફેરવી દીધું છે. આ સમય દરમિયાન, કલેક્ટરે કલમ 163 લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો છે. વકીલોનો એક પક્ષ ઇચ્છતો હતો કે આંબેડકરની પ્રતિમા હાઈ કોર્ટ પરિસરમાં સ્થાપિત કરવામાં આવે, પરંતુ બાર કાઉન્સિલના પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખ સહિત વકીલોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો.