દિલ્હીમાં ત્રણને બદલે માત્ર એક સુધરાઈ

19 May, 2022 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈ કાલે રાજધાની દિલ્હીની ત્રણ સુધરાઈઓને એક કરવાની ઘોષણા કરી છે.

દિલ્હીમાં ત્રણને બદલે માત્ર એક સુધરાઈ

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈ કાલે રાજધાની દિલ્હીની ત્રણ સુધરાઈઓને એક કરવાની ઘોષણા કરી છે. નવા નોટિફિકેશન મુજબ નૉર્થ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન જેમાં કુલ ૧૦૪ વૉર્ડ છે અને ૬૪ વૉર્ડના ઈસ્ટ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન ૨૨ મેથી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન તરીકે ઓળખાશે. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે એક સ્પેશ્યલ ઑફિસરની નિમણૂક કરવામાં આવશે. સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટર્મ ગઈ કાલે પૂરી થઈ હતી તો નૉર્થ અને ઈસ્ટ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટર્મ અનુક્રમે ૧૯ અને ૨૨ મેએ પૂર્ણ થશે. 

new delhi national news