14 December, 2025 09:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને પુષ્પાંજલિ આપી હતી
૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે પાર્લમેન્ટના પરિસરમાં આતંકવાદી અટૅક થયો હતો એ ઘટનાને ગઈ કાલે ૨૪ વર્ષ પૂરાં થયાં. આ હુમલામાં સંસદની સુરક્ષા કરતા ૯ જવાનો શહીદ થયા હતા. ગઈ કાલે આ ઘટનાની ૨૪મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને પુષ્પાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના અધ્યક્ષ અને તમામ સંસદસભ્યો પણ હાજર રહ્યા હતા. શહીદોની વીરતાને સન્માન આપવા બે મિનિટ મૌન પાળ્યું હતું અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના જવાનોએ સલામી આપી હતી.