મનાલીમાં ૬૦૦૦ ફુટ ઊંચે દેખાયા મોર, શું પ્રલયનો સંકેત છે?

06 February, 2026 09:49 AM IST  |  himachal pradesh | Gujarati Mid-day Correspondent

બરફમાં મળી આવેલા મોરથી જગતસુખ ગામમાં સનસની મચી ગઈ હતી. મોસમ વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષકોએ ચિંતા જતાવી છે

વાઇરલ તસવીર

હિમાચલ પ્રદેશમાં મનાલી પાસે લગભગ ૬૦૦૦ ફુટથી વધુ ઊંચાઈ પર જગતસુખ ગામ છે. આ ગામ પૂરી રીતે બરફથી ઢબૂરાયેલું છે. બરફથી ઢંકાયેલા અહીંના જંગલમાં એક મોરયુગલ જોવા મળ્યું છે. આ દુર્લભ દૃશ્યે વૈજ્ઞાનિકોની જલવાયુ પરિવર્તનના પ્રભાવો વિશેની ચિંતા વધારી દીધી છે. સામાન્ય રીતે મોર ગરમ ક્ષેત્રોમાં જોવા મળે છે. બરફમાં મળી આવેલા મોરથી જગતસુખ ગામમાં સનસની મચી ગઈ હતી. મોસમ વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષકોએ ચિંતા જતાવી છે, જ્યારે ગામના બુઝુર્ગોનું કહેવું છે કે આ ઘટના કોઈ અનહોનીનો સંકેત હોઈ શકે છે. 

જગતસુખ ગામના બાવન વર્ષના બાલકરામ શર્માએ કહ્યું હતું કે ‘હું દંગ રહી ગયો. મને મારી આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. અમારાં જંગલોમાં બરફની વચ્ચે બે મોર હતા.’ ગ્રામીણોનું કહેવું છે કે આ યુગલ ગયા વર્ષે ગરમીની સીઝનમાં જંગલમાં આવ્યું હતું, પરંતુ એ પછી એ જાહેરમાં ભાગ્યે જ જોવા મળ્યું હતું.

national news india himalayas manali wildlife Weather Update