રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ-ડીઝલ ૧૦૦ને પાર

13 June, 2021 02:17 PM IST  |  New Delhi | Agency

દેશભરમાં વિરોધ વચ્ચે ઑઇલ કંપનીઓએ ગઈ કાલે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં વિરોધ વચ્ચે ઑઇલ કંપનીઓએ ગઈ કાલે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ગઈ કાલે પેટ્રોલમાં ૨૭ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૨૩ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૧૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૮૬.૯૮ રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. 

 માત્ર જૂન મહિનાના ૧૨ દિવસની વાત કરીએ તો આ સમયગાળામાં જ પેટ્રોલ લગભગ બે રૂપિયા મોંઘું થઈ ગયું. આ વધારા બાદ દેશનાં અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૫ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. 

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને લદ્દાખમાં પહેલાંથી જ પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનમાં હવે ડીઝલનો ભાવ પણ ૧૦૦ને પાર પહોંચી ગયો છે. રાજસ્થાન એવું પ્રથમ રાજ્ય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ બંને ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયું છે. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલ ૧૦૭ રૂપિયા, જ્યારે ડીઝલ ૧૦૦.૦૫ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. 

national news rajasthan