રાજસ્થાનમાં ફરી`ફોન ટેપ બૉમ્બ`,પાયલટ સમર્થક વિધેયકોએ ગહેલોત સરકાર પર મૂક્યા આરોપ

13 June, 2021 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્ય સરકાર ફોન ટૅપિંગમાં સામેલ છે કે નહીં. પણ કેટલાક વિધેયકોએ મને પોતાના ફોન રેકૉર્ડ થવાની માહિતી આપી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

પ્રદેશમાં ચાલતી રાજનૈતિક ખેંચતાણ વચ્ચે એક વાર ફરી `ફોન ટેપ` બૉમ્બ વિસ્ફોટ થયો છે. કૉંગ્રેસના વિધેયક વેદપ્રકાશ સોલંકીએ સરકાર પર પાઇલટ સમર્થક MLAના ફોન ટૅપ કરાવવાનો આરોપ મૂક્યો છે. સોલંકીએ ટીઓઆઇ સાથે આ સંબંધે વાત કરી છે. તેમણે જણાવ્યું કે તેમને કેટલાક વિધેયકોએ ફોન ટૅપ થયા વિશે માહિતી આપી છે. જો કે, સોલંકીએ આ વિધેયકોના નામ કહેવાની ના પાડી દીધી છે. સોલંકીનું કહેવું છે કે તેમને તો એ પણ નહોતી ખબર કે કોણ ફોન ટૅપ કરી રહ્યું હતું અને આવું કોના આદેશ પર થઇ રહ્યું છે. રાજ્ય સરકાર ફોન ટૅપિંગમાં સામેલ છે કે નહીં. પણ કેટલાક વિધેયકોએ મને પોતાના ફોન રેકૉર્ડ થવાની માહિતી આપી છે.

પોતાના ફોન ટૅપને લઈને કર્યો અસ્વીકાર
તો સોલંકીએ પોતાના ફોન ટૅપ થવાની વાતનો અસ્વીકાર કર્યો છે. તેમણે ટીઓઆઇ સાથે વાત કરતા કહ્યું કે, "મને નથી ખબર કે મારો ફોન ટૅપ થઈ રહ્યો છે કે નહીં," સોલંકીએ જણાવ્યું કે આ વિધેયકોએ એક એપના ઉપયોગને લઈને તપાસ કરવા માટે કહ્યું હતું કે તેમના ફોન ટૅપ થઈ રહ્યા છે. આ વિશે તેમણે મને માહિતી આપી છે. વિધેયકે સોલંકીનું એ પણ કહેવું છે કે કેટલાક વિધેયકોએ સીએમને પોતાના ફોન ટૅપિંગની શંકા વિશે સૂચિત પણ કર્યું છે. તો તેમણે એ પણ જણાવ્યું કે કેટલાય સરકારી અધિકારીઓ પાસેથી તેમણે આ માહિતી મળી છે કે એસીબી વિધેયકોને ટ્રેપમાં ફસાવવાની ધમકી પણ આપી રહ્યા છે.

શું પાયલટ વિધેયકોના થઈ રહ્યા છે ફોન ટૅપ
આ પૂછવા પર જે વિધેયકોના ફોન ટૅપ કરવામાં આવી રહ્યા છે, શું આ વિધેયક સચિન પાયલટ તરફના છે. આ બાબતે સોલંકીએ જવાબ આપ્યો, "તે કૉંગ્રેસના વિધેયક છે." જણાવવાનું કે ગયા વર્ષે પણ ફોન ટૅપિંગને લઈને થયેલા વિવાદ પછી પાયલટ સમર્થક વિધેયકોએ બગાવત કરી હતી. તો ફરી એકવાર પાયલટ સમર્થક વિધેયક વેદ પ્રકાશ સોલંકી તરફથી ફોન ટૅપની વાત સામે આવતા પ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

જોશીએ પાડી ના
અહીં આ મામલે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ પણ પોતાની વાત રજૂ કરી છે. જોશીએ કહ્યું કે, "આ નિરાધાર આરોપ છે." તેમણે સોલંકીને આડે હાથ લેતા કહ્યું કે એક વિધેયક જેવા જવાબદાર વ્યક્તિને પૂરાવાના આધારે વસ્તુઓની પુષ્ઠિ કર્યા પછી સાર્વજનિક નિવેદન આપવું જોઇએ.

ભાજપે પણ કર્યો કટાક્ષ
ફોન ટૅપની વાત સામે આવ્યા પછી ભાજપા પણ હવે સરકાર વિરુદ્ધ દેખાઇ રહી છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયાએ આને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે આજે ફરીથી કૉંગ્રેસના એક વિધેયક કહી રહ્યા છે કે, "કેટલાય વિધેયકો કહે છે કે તેમના ફોન ટૅપ થઈ રહ્યા છે, જાસૂસી થઈ રહી છે, કૉંગ્રેસ જણાવે કે આ વિધેયક કોણ છે?" "સો જા બેટા ગબ્બર આ જાયેગા"ના આધારે કૉંગ્રેસ પોતાના જ વિધેયકોને ડરાવી રહી છે. કૉંગ્રેસ જણાવે ગબ્બર ક્યારે આવશે?

national news sachin pilot Ashok Gehlot rajasthan congress